Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

' હોલી રસિયા ' તૈયાર રહેજો : યુ.એસ.માં શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ,ન્યુજર્સી મુકામે 28 માર્ચના રોજ ' હોલી ઉત્સવ ' : હોલી પ્રદીપન સાંજે 6-30 કલાકે : ડોલ ઉત્સવ પણ આ દિવસે જ ઉજવાશે : કોવિદ -19 નિયમો મુજબ માસ્ક ,તથા સોશિઅલ ડિસ્ટન્સ ફરજીયાત : ઉત્સવ બાદ મહાપ્રસાદની વ્યવસ્થ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં શ્રી દ્વારકાધીશ મંદિર ,717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ,ન્યુજર્સી મુકામે 28 માર્ચના રોજ ' હોલી ઉત્સવ ' ઉજવાશે. જે અંતર્ગત હોલી પ્રદીપન સાંજે 6-30 કલાકે થશે. ડોલ ઉત્સવ પણ આ દિવસે જ ઉજવાશે .કોવિદ -19 નિયમો મુજબ માસ્ક ,તથા સોશિઅલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવામાં આવશે.ઉત્સવ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉત્સવની ઉજવણી માટે રંગ, શ્રીફળ ,મંદિરમાંથી પ્રાપ્ત થઇ શકશે.આ કાર્યક્રમનો લાભ લેવા સર્વે હોલી રસિયાઓને બાળકોને સાથે લઇ આવવા વિનંતી કરાઈ છે.રંગની એલર્જી ધરાવતા લોકોએ જાતે તેવા વિસ્તારથી દૂર રહેવા જણાવાયું છે.જે અંગે મંદિરની કોઈ જવાબદારી રહેશે નહીં.

ડોલ ઉત્સવ પણ આ દિવસે જ ઉજવાશે.જે અંતર્ગત પ્રથમ ખેલનો સમય બપોરે 12 થી 1 ,બીજા ખેલનો સમય બપોરે 1-30 થી 2 ,ત્રીજા ખેલનો સમય બપોરે 2-30 થી 3 ,તથા છેલ્લા ખેલનો સમય બપોરે 3-30 થી 4 વાગ્યા સુધીનો રહેશે.શયન દર્શન સાંજે 7 કલાકે થશે.વિશેષ માહિતી મંદિરના કોન્ટેક નંબર ( 732 ) 254-0061 દ્વારા અથવા ઇમેઇલ www.dwarkadhishtemple.org દ્વારા મળી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

 

 

(8:58 pm IST)
  • વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલ" ગુજરાતમાં જંગી રોકાણ કરશે : યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલે" ગુજરાતમાં રૂ . ૪૫ થી ૬૫ હજાર કરોડથી વધુ રકમના રોકાણની દરખાસ્ત કરી છે.આગામી દિવસોમાં અનેક સ્થળોએ ગુજરાતમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના છે. કંપનીના ભારતીય મૂળના પ્રમોટર, અધ્યક્ષ અને સીઈઓ એલ એન મિત્તલે શનિવારે કેવડિયા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મિત્તલ અમદાવાદમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રી મિત્તલે, રુઈયાઓ દ્વારા પ્રમોટેડ એસ્સાર ગ્રુપ સાથે તેમના વિવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. access_time 11:49 am IST

  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જન ઔષધિ દિનની ઉજવણીને સંબોધન કરશે અને આ પ્રસંગે ઇંદિરા ગાંધી પ્રાદેશિક આરોગ્ય અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, ઉત્તર પૂર્વ, શિલોંગ ખાતે 7500 મુ જન ઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કરશે. access_time 10:40 am IST