Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોઅે ભારત અને પાકિસ્‍તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં ગત અઠવાડિયે મહત્વની ભૂમિકા ભજવી

વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં ગત અઠવાડિયે મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તાએ મીડિયા સાથે કરી વાત

વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા રોબર્ટ પલાડિનોએ મંગળવારે પત્રકારોને કહ્યું કે વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ પોતે રાજકીય વાતચીતનું નેતૃત્વ કર્યું અને તેનાથી બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો કરવામાં મદદ મળી. તેમણે કહ્યું કે અમે બંને પક્ષોને સ્થિતિ બગડતી રોકવા માટે પગલું ભરવાની અપીલ કરીએ છીએ અને તેમાં સીધી વાતચીત કરવી પણ સામેલ છે. અમારું માનવું છે કે સૈન્ય કાર્યવાહી આગળ વધારવાથી સ્થિતિ વધુ બગડશે.

પાકિસ્તાન માટે અમેરિકા માગણીનો કર્યો ઉલ્લેખ

સાથે તેમણે પાકિસ્તાન માટે અમેરિકાની માગણીને પણ દોહરાવી કે તે આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણું ઉપલબ્ધ કરાવે અને તેમને ફંડ મેળવતા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની પ્રતિબદ્ધતાઓને પૂરી કરે.

(4:46 pm IST)