Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

અફઘાનિસ્તાનના જલાલાબાદ એરપોર્ટ પાસે આત્મઘાતી હુમલો :16 કર્મચારીઓનાં મોત

પાંચ હુમલાખોરો અપિકી બે એ પોતાને ઉડાવ્યા :ત્રણે સુરક્ષાકર્મીને ઠાર કર્યા: ઓફિસમાં સ્યુસાઇડ બોમ્બર્સ અને બંધૂકધારીઓએ હુમલો કર્યો

અફઘાનિસ્તાન જલાલાબાદ એરપોર્ટ પાસે અફઘાનિસ્તાનની બાંધકામ કંપનીની ઓફિસમાં સ્યુસાઇડ બોમ્બર્સ અને બંધૂકધારીઓએ હુમલો કર્યો હતો,આ હુમલામાં 16 કર્મચચારીઓનાં મોત થયાનું જાણવા મળ્યું હતું.

 અધિકારીએ જણાવ્યુ હતું કે આ હુમલો બે બાજુથી કરવામાં આવ્યો હતો, જેમાં બે આત્મઘાતી બોમ્બર્સે તેમના એક્સ્પ્લોઝિવ કંપનીની ઓફિસની બહાર ગોઠવ્યા હતા. અને બીજી બાજુ બંધૂકધારીઓએ ખુલ્લામાં ફાયરિંગ કર્યું હતું,

  આ ઘટનામાં અનેક ગાર્ડ્સ સહિત પાંચ હુમલાખોરો - બે બોમ્બર્સ અને ત્રણ બંધૂકધારીઓ સહિત 16 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે નવ લોકો ઘાયલ થયા હતા. પાંચ હુમલાખોરોમાંથી બે એ પોતાને ઉડાડયા હતા, જ્યારે ત્રણ અન્યને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.

(12:39 pm IST)