Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

અમેરિકાની ટેકનોલોજી જાયન્ટ કંપની સિસ્કો સિસ્ટમના પૂર્વ ડીરેકટર પૃથ્વીરાજ ભીખા ઉપર ૯.૩ મિલીઅન ડોલરના ફ્રોડનો આરોપઃ

ન્યુયોર્કઃ અમેરિકાની ટેકનોલોજી જાયન્ટ સિસ્કો સિસ્ટમના પૂર્વ ડીરકેટર પૃથ્વીરાજ આર ભીખા ઉપર ૯.૩ મિલીઅન ડોલરના ફ્રોડનો આરોપ લગાવાયો છે.

સાન ફ્રાન્સિસ્કો ખાતેના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તેમની ૧ માર્ચના રોજ ધરપકડ કરાઇ હતી. બાદમાં તેઓને ૩ મિલીયન ડોલરના જામીન ઉપર મુકત કરાયા હતા. તેમના ઉપર બનાવટી કંપની ઊભી કરી નાણાં તેમાં જમા કરાવી લીધા હોવાનો આરોપ છે. તેવું NRI pulse દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)