Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પોર્ન સ્ટારનો અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર દાવોઃ મોઢુ બંધ રાખવા માટે ધમકી આપ્યાનો આરોપ

લૉસ એન્જિલિસઃ પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડ ઉર્ફે સ્ટૉર્મી ડેનિયલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દાવો માંડ્યો છે. સાથે તેમણે કેલિફોર્નિયાના જજ સમક્ષ 2016ના રાષ્ટ્રપતિપદની ચૂંટણીના કેટલાંક દિવસો પહેલા હસ્તાક્ષર કરેલા નૉનૉ ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટને રદ કરવાની માંગ કરી છે.

લૉસ એન્જિલિસમાં દાખલ કરવામાં આવેલા કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કરાર ગેરકાયદેસર અને પરિણામ વિહોણો છે કારણ કે ટ્રમ્પે તેના પર હસ્તાક્ષર કર્યા નથી.

હકીકતમાં સ્ટૉર્મી ડેનિયલે દાવો કર્યો હતો કે ટ્રમ્પ અને તેમની વચ્ચે એક વખત શારિરીક સંબંધ બંધાયા હતા અને લાંબા સમય સુધી તેમની વચ્ચે સંબંધો પણ રહ્યાં હતાં. પરંતુ તેમણે પોતાના વકીલ દ્વારા બંને વચ્ચે પ્રેમ-સંબંધ હોવાની વાતને નકારી કાઢી હતી.

તેવામાં ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને જણાવ્યું કે તેમણે પોર્ન એક્ટ્રેસને કરાર રૂપે એક લાખ 30 હજાર ડૉલર આપ્યાં હતા. તેમણે પણ કોઇ પ્રકારના પ્રેમ સંબંધની વાતને નકારી કાઢી હતી. કેસમાં કોહને પર સ્ટેફનીને પોતાનું મોઢુ બંધ રાખવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

(8:07 pm IST)