Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

માલ્યાની ૬૦૦ કરોડની લકઝરિયસ યાટ જપ્ત

ક્રુ મેમ્બર્સનો પગાર નહોતો ચુકવ્યોઃ સપ્ટેમ્બર મહિનાથી વેતન આપવામાં આવ્યું નથી

નવી દિલ્હી તા. ૭ : વિજય માલ્યાની ૯૩ મીલિયન ડોલરની (અંદાજે રૂ. ૬૦૩ કરોડ)ની સુપરયાટને માલ્ટમાં જપ્ત કરી લેવામાં આવી છે. તેનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે, તેમણે ક્રૂ મેમ્બર્સની અંદાજે રૂ. ૬.૫ કરોડની સેલરી ચૂકવી નથી. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. ૯ હજાર કરોડનું દેવું છે. માલ્યા માર્ચ ૨૦૧૬થી ભારત છોડી દીધું છે. હાલ તે લંડનમાં છે. ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યાટ પર ૪૦ ક્રૂ મેમ્બર્સ હતા. જેમાં ઘણાં ભારતીય, બ્રિટન અને પૂર્વ યુરોપીય દેશના લોકો હતા. આ લોકોને ગયા સપ્ટેમ્બર મહિનાથી વેતન આપવામાં આવ્યું નથી.૯૫ મીટર લાંબી માલ્યાની આ યાટનું નામ ઈન્ડિયન એમ્પ્રેસ છે. હાલ યાર્ટને માલ્ટા પોર્ટ છોડવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

મેરીટાઈમ યૂનિયન નોટિકલ ઈન્ટરનેશનલના સ્ટ્રેટજિક ઓર્ગેનાઈઝર ડૈની મેકગોવને કહ્યું છે કે, અમારા સભ્યોએ જહાજપર અમારા માલિકને માસિક વેતન ચૂકવવા માટેની ઘણી તક આપી છે. અમે આ સમયમાં ખૂબ વફાદારી અને ધીરજ દર્શાવી છે.અમે યાટની ઈંશ્યોર્ડ કંપનીના નિયમ અંતર્ગત ૬ લાખ ૧૫ હજાર ડોલર તો લઈ લીધા છે. પરંતુ હજુ એક મોટી રકમ ચૂકવવાની બાકી છે. જોકે માલ્યા તરફથી આ વિશે કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી.  ડિસેમ્બરમાં માલ્યાના એકસ્ટ્રાડીશન કેસની સુનાવણી દરમિયાન માલ્યાના વકીલે કહ્યું હતું કે, ભારત સરકારે એવો કોઈ પુરાવો નથી આવ્યો જેનાથી સાબીત થઈ શકે કે માલ્યા કોઈ પણ દગાખોરીમા સામેલ છે.લંડનના વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતનો પક્ષ મુકનાર બ્રિટનના ક્રાઉન પ્રોસિકયૂશન સર્વિસે (સીપીએસ) કહ્યું હતું કે, સરકારના જણાવ્યા પ્રમાણે, માલ્યાએ લોન લેવા માટે દગાખોરી કરી હતી. માલ્યાના વકીલોએ ભારતના દાવા પર સીપીએસ તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાને પાયાવિહોણા ગણાવ્યા છે.

(4:02 pm IST)