Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

૯.પ૦ કરોડથી ૧૧.૩પ કરોડની ફેન્ટમ કાર ભારતમાં લોન્ચ થઇ

મુંબઇ તા.૩ : લકઝરી કારમેકર રોલ્સ રોયસે ગઇકાલે ઉતર ભારતમાં એની ફેન્ટમ મોડલની નવી કાર લોન્ચ કરી હતી. જેની કિંમત ૯.પ૦ કરોડથી લઇને ૧૧.૩પ કરોડ રૂપિયા સુધી છે. ફેન્ટમ સ્ટાન્ડર્ડ વ્હીલબેઝ ધરાવતી કાર ૯.પ૦ કરોડમાં અને ફેન્ટમ એકસ્ટેન્ડેડ વ્હીલબેઝ ધરવાતી કારની કિંમત ૧૧.૩પ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ કારમાં ૬.૭પ લીટરનું ટર્બોચાજર્ડ એન્જિન છે જે ૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ માત્ર પ.૩ સેકન્ડમાં મેળવી શકે છે. એમા ૮ સ્પીડ સીમલેસ ગિયરબોકસ છે અને સેટેલાઇટ  દ્વારા થતી કમ્યુનિકેશન સિસ્ટમ ઉપલબ્ધ છે. એમા ફલેગબેરર નામની  સ્ટિરિયો કેમેરા સિસ્ટમ છે જેના કેમેરા વિન્ડસ્ક્રીનમાં લાગેલા છે અને એ આગળ રોડની કન્ડિશન જોઇને એના સસ્પેન્શનને એ રીતે એડજન્સટ કરે છે. એમા લેઝર ટેકનોલોી ધરાવતી હેડલાઇટ છે જે અંધારામાં ૬૦૦ મીટર સુધી પ્રકાશ ફેંકે છે અને આમ સલામત રીતે અંધારીયા રોડ પર પણ આ વાહન ચલાવવું સલામત બનાવે છે. કારની કિંમત ચાર વર્ષના સર્વિસ પેકેજને પણ સામેલ કરવામાં આવ્યું છે.

(12:08 pm IST)