Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

નોર્થ કોરિયા નમતું જોખે છે

પરમાણું -પરીક્ષણ બંધ કરવા અને અમેરિકા સાથે વાટાઘાટો કરવા તૈયાર બન્ને દેશના પ્રમુખ આવતા મહિને સરહદ વિસ્તારમાં મંત્રણા કરે એવી શકયતા છે

સીઉલ તા.૭ : નોર્થ કોરિયા અન સાઉથ કોરિયા આવતા મહિનાના અંતમાં મંત્રણા  યોજવા સંમત થયા છે. ગઇકાલે સાઉથ કોરિયાના પ્રમુખના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ નોર્થ કોરિયાના સુપ્રિમો કિમ જોગ ઉનને મળ્યું હતુ. આ મુાકાત બાદ સાઉથ કોરિયાએ કહયુ઼ હતું કે નોર્થ કોરિયા પરમાણું શસ્ત્રોના પરીક્ષણો રોકવા સંમત થાય એવી શકયતા ેછે.પ્યોન્ગયાંગ ખાતે સાઉથ કોરિયાના પ્રતિનિધિ મંડળની નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોન્ગ ઉન સાથે મંત્રણા દરમિયાન અનેક બાબતોમાં સંમતિઓ અને સમજૂતીઓ વ્યકત કરવામાં આવી હતી. એ મુજબ આવતા મહિને નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોન્ગ ઉન અને સાઉથ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન બન્ને દેશોની કડક સલામતી બંદોબસ્ત ધરાવતી સરહદે વાટાઘાટો માટે મળે એવી શકયતા ઉભી થઇ હતી. કોરિયન દેશોના સંમેલનની ઇચ્છા વ્યકત કરતો સાઉથ કોરિયાના પ્રમુખ મૂન જે ઇનનો પત્ર પ્રતિનિધિ મંડળે કિમ જોન્ગ ઉનને સુપરત કર્યો હતો.

(12:07 pm IST)