Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સરકારને RBI પાસેથી ૧૦ હજાર કરોડનું ડિવિડન્ડ મળવાની આશા

નવી દિલ્હી તા. ૭ : સરકારને આ મહીને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી વચગાળાના ડિવિડન્ડ સ્વરૂપે ૧.૫ અરબ ડોલર મળવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રકમની ગણતરી છ મહિના માટે કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આરબીઆઈનું નાણાકીય વર્ષ જૂલાઈથી જૂન માસ સુધીનું હોય છે.

રિઝર્વ બેંકે આ પહેલા વધારે ચૂકવણી માટે સરકારના અનુરોધોનો અસ્વીકાર કરી દીધો હતો આના માટે દલીલ કરવામાં આવી હતી કે ડિવીડંડની ચૂકવણી પાંચ વર્ષના સૌથી નિચલા સ્તર પર હતી. વડાપ્રધાન મોદીનું પ્રશાસન ખર્ચને પહોંચી વળવા માટે વધારે ફંડની માંગણી કરી રહ્યું છે.

નાણાપ્રધાનના પ્રવકતા ડી.એસ. મલિક પાસેથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી જયારે આરબીઆઈના પ્રવકતાએ આ મામલે મોકલવામાં આવેલા ઈમેલનો પણ કોઈ જવાબ આપ્યો નથી. (૨૧.૧૬)

(12:03 pm IST)