Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

રશિયન પ્લેન સીરિયામાં ક્રેશ ક્રૂ મેમ્બર સહિત ૩૨નાં મોત

ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી

મોસ્કો તા. ૭ : સીરિયામાં એક રશિયન ટ્રાન્સપોર્ટ પ્લેન લેન્ડિંગ દરમિયાન દુર્ધટનાગ્રસ્ત થઈ ગયું. આ દુર્ઘટનામાં ૬ ક્રૂ મેમ્બર્સ સહિત ૩૨ લોકોના મૃત્યુ થયાનો અંદાજ છે. આ મામલે રશિયન ન્યૂઝ એજન્સીએ રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સીરિયાના ક્રેમલિનમાં થયેલી આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. શરૂઆતની તપાસમાં આ વાત સામે આવી છે કે પ્લેનમે ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ.

 

રશિયન રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, લગભગ ૩ વાગ્યે રશિયાનું An-26 ટ્રાન્સપોર્ટ એરક્રાફટ ખમેઈમિમ એરબેઝ પાસે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. પ્લેનમાં સવાર બધા જ લોકોનું મૃત્યું થયું છે. નિવેદનમાં કહેવાયું છે કે ક્રેશ બાદ પ્લેનમાં કોઈપણ પ્રકારની આગ નથી લાગી અને ઘટનાની તપાસ માટે એક કમિશનની રચના કરાઈ છે.

 

ઉલ્લેખનીય છે કે ૧૩ ફેબ્રુઆરીએ રશિયાનું એક યાત્રી વિમાન મોસ્કોની બહારના વિસ્તારમાં દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું હતું. તેમાં ક્રૂ સહિત કુલ ૭૧ લોકોના મૃત્યુ થયા હતા. રશિયન મીડિયાની ખબર મુજબ રાજધાનીના દોમોદેદોવો એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન યૂરાલ સ્થિત શહેર ઓર્સ્ક જઈ રહ્યું હતું.

મૃતકોમાં ૨૬ યાત્રિઓ સહિત પ્લેનના ૬ ક્રૂ મેમ્બર્સ શામેલ છે. રશિયન માડિયાની ખબર અનુસાર આ દુર્ધટના સીરિયાના તટીય શહેર લતાકિયા પાસે ઘટી છે.(૨૧.૧૦)

 

(11:36 am IST)