Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સ્વ,શ્રીદેવીની દીકરી જ્હાનવીએ વૃદ્ધાશ્રમમાં મનાવ્યો જન્મદિવસ :વૃધ્ધોના આશીર્વાદ મેળવ્યા

 

મુંબઈ :સ્વ,અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી 6 માર્ચે 21 વર્ષની થઇ છે તેણીએ પોતાનો જન્મદિવસ અલગ રીતે મનાવ્યો હતો જ્હાનવીએ જન્મદિવસ પોતાની માતા શ્રીદેવીને ખુબ મીસ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે 24મી ફેબ્રુઆરીએ શ્રીદેવીનું દુબઈની એક હોટલમાં ટબમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહેલ જ્હાનવીએ પોતાનો જન્મદિવસ ખુબ સાદગીથી મનાવ્યો હતો તે મંગળવારે એક વૃદ્ધાશ્રમમાં ગઈ હતી જ્યાં તેણીએ વૃધ્ધો સાથે પોતાનો જન્મદિવસ માનવી તેઓના આશીર્વાદ લીધા હતા

(12:00 am IST)