Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

હવે સરકાર હાઇવે યાત્રિકો માટે 'સુખદયાત્રા 'મોબાઈલ એપ્પ અને ટોલ ફ્રી ઈમર્જેન્સી નંબર 1033 કરશે લોન્ચ

ટોલનાકાનો વેઇટિંગ સમય,હાઈવેની ગુણવતાની જાણકારી આપશે:દુર્ઘટનાની સ્થિતિમાં થશે મદદરૂપ

નવી દિલ્હી :હવે સરકાર હાઈવેના યાત્રિકો માટે મોબાઈલ એપ અને ટોલ ફ્રી ઇમરજન્સી નંબર 1033 લોન્ચ કરશે જેનાથી આગળના ટોલ નાકાનો વેઈટિંગ સમય જાણવો હોય અથવા પછી કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં મદદની જરૂર હોય તેમાં મદદરૂપ થશે સરકાર હાઈવે યાત્રિઓ માટેસુખદયાત્રામોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહી છે તેમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રીએ જાણકારી આપી હતી મંત્રાલય દ્વારા જણાવ્યું છે કે બુધવારે હાઈવે મંત્રી નિતિન ગડકરી મોબાઈલ એપ સાથે ટોલ ફ્રી ઈમર્જેન્સી નંબર 1033 લોન્ચ કરશે.

    SukhadYatra મોબાઈલ એપને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હાઈવે યુઝર્સને સશક્ત બનાવવા માટે બનાવી છે. એપ દ્વારા લોકો દુર્ઘટનાની જાણકારી આપી શકે છે. ઉપરાંત હાઈવેની ગુણવત્તા વિશે પણ જણાવી શકશે. હાઈવે પર ક્યાંક ખાડો દેખાય તો તેની પણ ફરિયાદ કરી શકો છો.

    એપ દ્વારા યુઝર્સ ટોલ નાકા પર વેટિંગનો રિયલ ટાઈમ ડેટા મેળવી શકે છે. આસપાસમાં ઉપસ્થિત હોઈવે નેસ્ટ અને અન્ય સુવિધાઓની જાણકારી પણ અહીંયા મળશે. એપના ઉપયોગથી ફાસ્ટેગ ટેગ પણ ખરીદી શકો છો.

    ટોલ ફ્રી નંબર 1033ની મદદથી હાઈવે પર સફર કરનારા લોકો કોઈ ઈમર્જેન્સીની સ્થિતિમાં મદદ માંગી શકે છે. નંબર પર કોલ કરીને તમે હાઈવે સાથે જોડાયેલી ફરિયાદ અથવા ફીડબેક આપી શકો છો. મુશ્કેલીના સમયમાં જલ્દીથી મદદ મળવા માટે ઘણી એમ્બ્યુલન્સ અને ટો સર્વિસને પણ તેની સાથે જોડવામાં આવી છે.

   નિવેદનમાં કહેવાયું છે કે સેવા ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને યુઝર લોકેશન ટ્રેકિંગ ફીચરની મદદથી યુઝર્સના લોકેશનની જાણકારી મળશે. સરકારે ક્હયું કે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક જિલ્લામાં 1 કરોડની રકમથી એક મોડલ ડ્રાઈવિંગ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

(9:13 am IST)