Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

વિપક્ષને એકજુથ કરવા સોનિયા ગાંધી સક્રિય :13મીએ ડિનરનું તમામ વિપક્ષપાર્ટીને આમંત્રણ મોકલ્યું

આગામી લોકસભા ચૂંટણી પહેલા કેટલાક પક્ષ ત્રીજો મોરચો રચવાની વેતરણમાં છે ત્યારે યુપીએને મજબૂત કરવા ડિનર ડિપ્લોમસી

 

નવી દિલ્હી :આગામી લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક પક્ષ ત્રીજા મોરચો રચવાની તૈયારીમાં ગુંથાયા છે ત્યારે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી વિપક્ષને એકજુથ કરવા સક્રિય બન્યા છે દેશમાં બદલાતાં સમીકરણો વચ્ચે તમામ પક્ષ પોતપોતાની રીતે પોતાનાં ઘર મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે કોંગ્રેસે એકવાર ફરી અન્ય વિરોધ પક્ષોને એકસાથે લાવવા માટે ડિનર ડિપ્લોમેસીની યોજના બનાવી છે. યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધીએ 13 માર્ચે એક ડિનરનું આયોજન કર્યું છે, જેમાં તેમણે વિપક્ષના તમામ દળોને આમંત્રણ મોકલ્યું છે.

   પીએનબી કૌભાંડ અને રાફેલ ડીલ સહિત આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખી તમામ પક્ષો વચ્ચે સંપર્ક વધ્યા છે. મોદી સામે એક તરફ એનડીએના પક્ષોના તીખા વલણ જોવા મળી રહ્યાં છે, બીજી તરફ ભાજપ અને કોંગ્રેસથી બહાર તમામ પક્ષો પરસ્પર મળીને ત્રીજા મોરચાની સંભાવનાઓ જોઈ રહ્યા છે.ત્યારે વડાપ્રધાન મોદી અને ભાજપને ઘેરવા માટે કોંગ્રેસે અન્ય વિપક્ષોને નવેસરથી સાધવાની કોશિશ શરૂ કરી છે.

    કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટી એનડીએમાં સામેલ પક્ષોનો સંપર્ક કરી રહી છે અને પક્ષો સાથે પણ સંપર્કમાં છે, જે એનડીએ અને યુપીએનો હિસ્સો નથી. સૂત્રોના મુજબ, સોનિયા ગાંધીએ રાજકીય પક્ષોના પ્રમુખોને ફોન કરી ખુદ ડિનર માટે આમંત્રિત કર્યા છે. એટલું નહિ, તેમના મેનેજર પણ અન્ય પક્ષોના સંપર્કમાં છે. એવું કહેવાય છે કે, કોંગ્રેસની નજર પક્ષો પર છે, સરકારને સંસદની અંદર અને બહાર ઘેરવામાં વિપક્ષની સાથે આવી શકે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, માત્ર ડિનર નથી, પરંતુ વિરોધ પક્ષોનું શક્તિ પ્રદર્શન હશે, ભાજપ સરકારના કુશાસન વિરુદ્ધ એકજૂથ થઈ શકે છે.

    કોંગ્રેસનાં સૂત્રોના મુજબ, ઘણા દિગ્ગજ નેતાઓએ તેમાં હાજર રહેવાનું કહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના નેતા એનડીએમાં સામેલ ટીડીપી અને બીજેડીના પણ સંપર્કમાં છે. આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માગ અંગે ટીડીપી સરકાર નારાજ છે. તો બીજી તરફ ત્રણ તલાક મુદ્દે ડીટીપીનું વલણ ભાજપથી અલગ હતું. જ્યારે કોંગ્રેસ તે માટે બીજેડીના સંપર્કમાં છે. મંગળવારે સોનિયા ગાંધીએ થોડી વાર સુધી બીજેડી નેતા ભૃતહરી મેહતાબ સાથે વાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, વાતચીતનો સંબંધ ડિનર સાથે પણ હોઈ શકે છે.

(12:00 am IST)