Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ઉત્તર સીરિયામાં ભૂકંપના પગલે કાટમાળ હેઠળ એક યુવાન માતા પુત્રને જન્મ આપીને તરત જ મૃત્યુ પામી હતી.. બાળકને બચાવી લેવામાં આવ્યું ત્યારે તેની 'નાળ' પણ માતા સાથે જોડાયેલી હતી

ઉત્તર સીરિયામાં ભૂકંપના પગલે કાટમાળ હેઠળ એક યુવાન માતા પુત્રને જન્મ આપીને તરત જ મૃત્યુ પામી હતી.. બાળકને બચાવી લેવામાં આવ્યું ત્યારે તેની 'નાળ' પણ માતા સાથે જોડાયેલી હતી.. આફ્રિન ના એક ક્લિનિકમાં તેની સાર સંભાળ લેવાઈ રહી છે. આ બાળક તેના પરિવારમાં એકમાત્ર જીવીત સભ્ય બચ્યું છે.

પરિવારના તમામ સભ્યો ભૂકંપમાં મૃત્યુ પામ્યા છે. ભલભલાની આંખમાં પાણી આવી જાય તેવી કરુણ ઘટના સર્જાય છે. તેના નજીકના કઝીન ખલીલ અલ-સુવાદીએ મીડિયાને જણાવ્યું હતું કે બળવાખોરોના કબજામાં રહેલ જિંદાયરીસ શહેરમાં તેના પરિવારનું આખું મકાન જમીન દોસ્ત થઈ ગયું હતું

 

(11:44 pm IST)