Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ChatGPT ને ટક્કર આપવા માટે Google આવ્‍યું મેદાને, AI ચેટબોટ 'Bard'ની મળશે સુવિધા

ગૂગલ AI ચેટબોટ ChatGPT સાથે સ્‍પર્ધા કરવાની તૈયારીમાં : કંપની આવનારા અઠવાડિયામાં Bard ને દરેક માટે રિલીઝ કરી શકે

નવી દિલ્‍હી,તા.૭ : ટેકનોલોજીની દુનિયામાં આલ્‍ફાબેટની માલિકીની કંપની ગૂગલે AI ચેટબોટ ChatGPT સાથે સ્‍પર્ધા કરવાની તૈયારીમાં લાગી છે. વાત જાણે એમ છે કે, કંપની આ માટે તેની AI ચેટબોટ સેવા વિકસાવી રહી છે. માહિતી મુજબ આ ચેટબોટનું નામ  Bard ( બાર્ડ) છે. જે હાલમાં યુઝર ફીડબેક માટે બહાર પાડવામાં આવ્‍યું છે. કંપની આવનારા અઠવાડિયામાં તેને દરેક માટે રિલીઝ કરી શકે છે. આલ્‍ફાબેટના CEO સુંદર પિચાઈએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

 સોમવારે આલ્‍ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક બ્‍લોગ પોસ્‍ટમાં મોટું એલાન કર્યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, યુઝર ફીડબેક એકત્રિત કરવા માટે કંપની  Bard ( બાર્ડ ) નામની વાતચીતની AI સેવા શરૂ કરી રહી છે. પરીક્ષણ કર્યા પછી તે આગામી અઠવાડિયામાં જાહેર પ્રકાશન કરશે.

  આલ્‍ફાબેટ અને Googleના  CEO સુંદર પિચાઈના બ્‍લોગ પોસ્‍ટ અનુસાર પ્રાયોગિક વાતચીતાત્‍મક AI સેવા ર્ગ્‍ીશ્વફુ ( બાર્ડ ) LaMDA (ભાષા મોડલ અને સંવાદ એપ્‍લિકેશન) દ્વારા સંચાલિત છે. તમને જણાવી દઈએ કે Lambda એ Google નો AI ચેટબોટ છે, જે માણસોની જેમ વિચારી શકે છે. કંપનીએ તેને બે વર્ષ પહેલા જ રજૂ કર્યું હતું.

 પિચાઈએ જણાવ્‍યું હતું કે, કંપનીના નવા AI ચેટબોટ Bard ( બાર્ડ )ની ક્ષમતાઓ કંપનીના વિશાળ ભાષા મોડેલની શક્‍તિ, બુદ્ધિમત્તા અને સર્જનાત્‍મકતાના સંયોજનથી સજ્જ હશે. ગૂગલના સીઈઓએ કહ્યું કે, Bard ( બાર્ડ ) વેબ પર ઉપલબ્‍ધ યુઝર ફીડબેક અને માહિતીના આધારે જ્ઞાન મેળવશે. કંપની શરૂઆતમાં LaMDA ના હળવા મોડલ વર્ઝન સાથે ટેસ્‍ટર્સ માટે AI સિસ્‍ટમ રજૂ કરી રહી છે. ભવિષ્‍યની તેની AI  સિસ્‍ટમને વધુ સુધારવા માટે કામ કરવામાં આવશે.

 OpenAI ના ChatGPT સાથે સ્‍પર્ધા કરવા માટે કંપનીએ નવું AI ચેટબોટ Bard ( બાર્ડ ) રજૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ChatGPT ટિક ટોક અને ઈન્‍સ્‍ટાગ્રામ જેવા પ્‍લેટફોર્મને હરાવીને ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી યુઝર એપ્‍લિકેશન બની ગઈ છે. ChatGPT જાન્‍યુઆરીમાં ૧૦૦ મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ સુધી પહોંચ્‍યું છે.

 ગૂગલે તાજેતરમાં Anthropic માં ઼૪૦૦ મિલિયન એટલે કે આશરે રૂ.૩,૨૯૯ કરોડનું રોકાણ કર્યું છે. ગુગલ કે Anthropic બંનેએ રોકાણના અહેવાલ પર ટિપ્‍પણી કરી નથી, જોકે બંનેએ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ChatGPT જેવું AI ટૂલ તૈયાર થશે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભલે ગૂગલે આજે Anthropic માં રોકાણ કર્યું છે પરંતુ ભવિષ્‍યમાં ગૂગલ આ કંપનીને હસ્‍તગત કરી શકે છે. તમને જણાવી દઈએ કે, જાન્‍યુઆરી ૨૦૨૧માં Anthropic એઆઈએ ક્‍લાઉડ નામના નવા ચેટબોટનું પણ પરીક્ષણ કર્યું હતું. જે ઓપન એઆઈની અત્‍યંત લોકપ્રિય ChatGPTની હરીફછે .

(4:04 pm IST)