Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

પેન્‍શન અંગે સરકાર ત્રણ નવા વિકલ્‍પો પર કરશે મંથન

એનપીએસને જુની પેન્‍શન યોજનાથી વધુ સરળ બનાવવાના પ્રયાસો

નવી દિલ્‍હી તા. ૭ : સરકારી કર્મચારીઓમાં ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમની વધેલી ડિમાન્‍ડના ધ્‍યાનમાં રાખીને કેન્‍દ્રસરકાર સતર્ક થઈ ગઈ છે. તે ચુટણી મુદ્દો બની ગયો છે અનેક રાજયોમાં વિધાનસભા ચુટણી આ વર્ષે થશે. ત્‍યારબાદ ૨૦૨૪માં સામાન્‍ય ચૂંટણી છે. તે પહેલા સરકાર અને પેંશનફંડ રેગ્‍યુલેટર અંદર ત્રણ ઉપાયોપર મંથન ચાલી રહ્યું છે.

એક ઉપાય છે કે ઓલ્‍ડ પેંશનની જેમ લાસ્‍ટ સેલેરીનીઅડધી રકમ સુધી પેંશનતો મળી. પરંતુ તેના માટે કર્મચારી પાસેથી યોગદાન લેવામાં આવે. આ પ્રકારની સ્‍કીમ આંધ્રપ્રદેશમાં ચલાવી રહી છે. સરકાર અને પેંશનફંડ રેગ્‍યુલેટરી એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરિટી વચ્‍ચે આ મુદ્દા પર વાતચીત થઇ ચુકી છે. તેને રસપ્રદ રીત માનવામાં આવી રહ્યા છે. પરંતુ અમલમાં લાવ્‍યા પહેલા જટિલતાઓને દૂર કરવાની છે.

બીજો ઉપાય એ છે કે હાલની એનપીએસમાં જ ન્‍યુનતમ પેંશન નક્કી કરવામાં આવે. એનપીએસ પ્રત્‍યે ફરિયાદ એ છે કે તેમાં કર્મચારીનું યોગદાન તો નક્કી છે પરંતુ રિટર્ન નક્કી નથી. તેના પર કામ પૂરું થઇચૂક્‍યું છે. પરંતુ બોર્ડની મંજૂરી બાકી છે. જો કે સંકેત મળી રહ્યા છે કે તેમાં ન્‍યુનતમ રિટર્નથી ૨ કે ૩ ટકા વધુ સુધી પેંશનમળી શકે છે. આ ઉપરાંત હાલના એનપીએસમાં મેચ્‍યોરિટીની૬૦ ટકા રકમ કર્મચારીનાહાથમાં ચાલી જાય છે. જો આ પૈસા પણ પેંશન માટે રાખવામાં આવે તો પેંશન તરીકે મળતી રકમ વધી જશે. ત્રીજો ઉપાય એ છે કે અટલ પેંશનયોજનાનેજેમ દરેક ને ન્‍યુનતમ પેંશનનીગેરેન્‍ટી આપવામાં આવે. પેંશનફંડ રેગ્‍યુલેટરી એન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરિટી આ યોજના ચલાવી રહી છે. જેમાં યોગદાનના આધારે ૧૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધી પેંશનનક્કી છે. પીએફઆરડીએ અટલ પેંશનયોજનાનો દાયરોદરેક માટે વધારવા અને ૫૦૦૦ લિમિટ ખત્‍મ કરવા માટે તૈયાર થઇ શકે છે. તેમજ ગેરેન્‍ટીમાંકોઈ નાણાકીય કટોકટીની સ્‍થિતિમાસરકાર મદદની જવાબદારી લે. અટલ પેંશનયોજના પાછળ સરકારનોહાથ છે.

(3:33 pm IST)