Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

૬૮ વર્ષના દાદાએ અજાણતા પોતાની જ પૌત્રીને પ્રેગ્નન્‍ટ કરી દીધી : લગ્ન પણ કર્યા

૬૮ વર્ષના અબજોપતિ પુરૂષ અને ૨૪ વર્ષની છોકરી વચ્‍ચે પ્રેમ થયો : બંનેના લગ્ન પણ થઈ ગયા : જો કે આ બાદ જયારે ફેમિલી આલ્‍બમ પર તેમની નજર પડી તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ

ફલોરિડા તા. ૭ : થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ૭૦ વર્ષના શખ્‍સે પોતાની ૨૮ વર્ષની પુત્રવધૂ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નના ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા. બંને તેમના નવા જીવનથી ખુશ છે. જો કે, તેનાથી પણ વધુ ચોંકાવનારો એક કિસ્‍સો સામે આવ્‍યો છે, જયારે ૬૮ વર્ષના દાદાએ પોતાની જ ૨૪ વર્ષની પૌત્રી સાથે લગ્ન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે બંને ઓનલાઈન ડેટિંગ સાઈટ દ્વારા મળ્‍યા હતા. મુલાકાત બાદ બન્ને વચ્‍ચે શારીરિક સંબંધ બંધાયા હતા. આ પછી યુવતી ગર્ભવતી થઈ તો બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જોકે, ત્‍યાં સુધી બંનેને ખબર નહોતી કે તેઓ બંને દાદા અને પૌત્રી છે.

જોકે,આ બાબત આપણા દેશની નથી. ઘટના અમેરિકાના ફલોરિડાના માયામીની છે. ૭ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૬ ની વાત છે. ૬૮ વર્ષના અબજોપતિ પુરુષ અને ૨૪ વર્ષની છોકરી વચ્‍ચે પ્રેમ થયો. બંનેના લગ્ન પણ થઈ ગયા. જો કે આ બાદ જયારે ફેમિલી આલ્‍બમ પર તેમની નજર પડી તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ. આલ્‍બમમાં તસવીર જોઈને યુવતીએ કહ્યું કે ફોટોમાં હાજર વ્‍યક્‍તિ તેના પિતા છે. વૃદ્ધ વ્‍યક્‍તિના હોશ ઉડી ગયા, તેણે કહ્યું કે તે તેનો પુત્ર છે. ૬૮ વર્ષીય વૃદ્ધે અગાઉ બે લગ્ન કર્યા હતા. બીજી પત્‍નીને છૂટાછેડા આપ્‍યા બાદ તેને લોટરીમાં અબજો રૂપિયા લાગ્‍યા હતા.

આ વૃદ્ધ અબજોપતિએ નામ ન આપવાની શરતે અંગ્રેજી વેબસાઈટ ધ સનને જણાવ્‍યું કે, લોટરીમાં અબજો રૂપિયા જીત્‍યા બાદ તે પોતાના માટે પાર્ટનર શોધી રહ્યો હતો. આ માટે બંને ઓનલાઈન ડેટિંગ સાઈટ પર મળ્‍યા હતા. ૨૪ વર્ષની યુવતીએ ઓનલાઈન ડેટિંગ સાઈટ પર વૃદ્ધ વ્‍યક્‍તિને જણાવ્‍યું કે તે જેક્‍સનવિલેની છે. તેના પરિવારજનોએ તેને બહાર કાઢી મૂકી છે. આ પછી બંને રિલેશનશિપમાં આવી ગયા. યુવતી ગર્ભવતી બની અને બંનેએ લગ્ન કરી લીધા. અચાનક ૩ મહિના પછી યુવતીએ ફેમિલી આલ્‍બમ જોતાં ચોંકી ગઈ હતી. તસવીરમાં તેના પતિ સાથે તેના પિતા પણ હાજર હતા. પાછળથી ખબર પડી કે તેણે ભૂલથી તેના જ દાદાથી ગર્ભવતી થઈ ગઈ હતી અને લગ્ન પણ થઈ ગયા.

પૌત્રી સાથે લગ્ન કરનાર વૃદ્ધે કહ્યું હતું કે બંનેનો છૂટાછેડા લેવાનો કોઈ ઈરાદો નથી. વૃદ્ધ વ્‍યક્‍તિના જણાવ્‍યા અનુસાર, બે અસફળ લગ્ન પછી, તે કોઈ ત્રીજા સંબંધમાં આવવા માંગતો ન હતો. ત્‍યારે ૨૪ વર્ષીય યુવતીએ કહ્યું કે દરેક કપલ કોઈને કોઈ રીતે બીજાથી વિશેષ અને અલગ હોય છે અને આપણી સાથે પણ આવું છે. અમારી વચ્‍ચે ખૂબ જ મજબૂત બોન્‍ડ છે. તેથી અમે અલગ રહેવાનું વિચારી પણ શકતા નથી.

(10:38 am IST)