Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કોરોના વાયરસ : ભારતમાં ૧૩૮,૭૫૦ યાત્રીની તપાસ

ભારતમાં કોઇ નવો કેસ સપાટી પર ન આવ્યો : વુહાનમાંથી લવાયેલા ૬૪૫ યાત્રીઓના રિપોર્ટ નેગેટિવ

નવી દિલ્હી,તા. ૭ : દેશભરમાં પણ કોરોના વાયરસને લઇને આતંક જારી રહ્યો છે. ભારતમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં સાવચેતીના પગલારૂપે ૧૩૮૭૫૦ યાત્રીઓની ચકાસણી કરવામાં આવી ચુકી છે. વુહાનમાંથી ભારતમાં લાવવામા ંઆવેલા તમામ ૬૪૫ યાત્રીઓની ચકાસણી કરવામાં આવી ચુકી છે. જે પૈકી તમામના રિપોર્ટ નેગેટિવ રહ્યા છે. આઇસીએમઆરના સર્વેમાં  કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઇસીએમઆર દ્વારા ૫૧૦ સેમ્પલમાં તપાસ કરી હતી. તમામ રિપોર્ટ નેગેટિવ રહ્યા છે. કેરળમાં ત્રણ ઇન્ફેક્શનના કેસ પોઝિટિવ રહ્યા છે. જો કે સ્થિતી સંપૂર્ણપણે કાબુમાં છે. ભારતમાં ૩૨ રાજ્યોમાં ૬૫૫૮ લોકોને બાજ નજર હેઠળ રાખવામાં આવી રહ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત ૧૪ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વિદેશથી આવતા મુસાફરોની વાયરસ અંગેની તપાસ થઇ શકે તે હેતુથી તબીબી ટીમ નિરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

           બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત સરકારે સ્ક્રીનીંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવીને વિદેશમાંથી આવતા મુસાફરો માટે જરૂર જણાય તો ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા છે. ચીનમાં વાયરસે જોરદાર આતંક મચાવેલો છે. મૃત્યુદર બે ટકાનો નોંધાયો છે.  દિલ્હી, મુંબઇ સહિતના તમામ વિમાનીમથક પર યાત્રીઓની ચકાસણી માટે પગલા લેવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસ પ્રત્યે દેશભરના રાજ્યો સંપૂર્ણ પણે સજ્જ છે. કેરળમાં ૩ કેસ પોઝિટિવ આવ્યા બાદ વધારે સાવધાની રાખવામાં આવી રહી છે. ચીનમાં ફસાયેલા ભારતીય લોકોને લાવવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ મોટી સંખ્યામાં પોતાના નાગરિકોને લાવવામાં આવી ચુક્યા છે. ૬૮૦થી વધુ લોકોને લાવવામાં આવી ચુક્યા છે. ચીન સરકાર ખુબ યોગ્ય રીતે સહકાર કરી રહી છે. હજુ આ પ્રક્રિયા જારી રહે તેવી શક્યતા છે. કેરળમાં સૌથી વધારે અસરગ્રસ્ત ત્રણ કેસ નોંધાયા છે. બીજી બાજુ શંકાસ્પદ કેસો દેશના અન્ય ભાગોમાં આવ્યા બાદ આવા દર્દીઓને સારવાર હેઠળ ખસેડાયા છે. ૩૨ રાજ્યોમાં ૬૫૫૮ જેટલા લોકોને હાલ બાજ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. તબીબોને ટમ પણ લાગેલી છે. ગુજરાતના વિવિધ હોેસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે.

ભારતમાં વાયરસ......

નવી દિલ્હી,તા. ૭ : દેશભરમાં પણ કોરોના વાયરસને લઇને આતંક જારી રહ્યો છે. ભારતમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારતમાં સાવચેતીના પગલારૂપે ૧૩૮૭૫૦ યાત્રીઓની ચકાસણી કરવામાં આવી ચુકી છે. કોરોના વાયરસને લઈ ભારતની સ્થિતિ નીચે મુજબ છે.

કુલ યાત્રીઓની ચકાસણી....................... ૧૩૮૭૫૦

વુહાનથી લવાયેલા લોકોની સંખ્યા................. ૬૪૫

૬૪૫ લોકોના ટેસ્ટ..................... તમામના નેગેટિવ

સેમ્પલોની ચકાસણી...................................... ૫૧૦

કેરળમાં પોઝિટીવ કેસોે.................................. ૦૩

રાજ્યોમાં તપાસ.............................................. ૩૨

લોકો હાલ નજર હેઠળ................................ ૬૫૫૮

(10:11 pm IST)