Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હવે તમારા ચેક ફટાફટ કિલયર થશેઃ નવી સિસ્ટમ આવશે

RBI સપ્ટેમ્બર-ર૦ર૦ સુધીમાં સમગ્ર દેશમાં ચેક ટ્રેકશન સિસ્ટમ લાગુ પાડશે

નવી દિલ્હી તા. ૭ :. હવે તમારે ચેક કિલયર થવા માટે વધુ સમયની રાહ જોવી પડશે નહીં. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ ચેક કિલયરીંગ માટે ઝડપ લાવવા પગલું ભર્યુ છે. આરબીઆઇએ સમગ્ર દેશમાં સપ્ટેમ્બર ર૦ર૦ સુધીમાં ચેક ટ્રેકસ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે.

આ સિસ્ટમ હેઠળ સંંબંધિત બેન્કને ચેક ફિઝીકલ ફોર્મમાં મોકલવાના બદલે ઇલેકટ્રોનિક સ્વરૂપમાં તેની તસવીર મોકલવામાં આવે છે. આરબીઆઇએ આ સીસ્ટમ ર૦૧૦ થી શરૂ કરી હતી, પરંતુ હાલ કેટલાક મોટા શહેરમાં જ તે અમલી છે અને તેને ધ્યાનમાં રાખીને હવે સીટીએસ સીસ્ટમ હવે સપ્ટેમ્બર -ર૦ર૦ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ પડાશે.

આ સિસ્ટમમાં ચેક કિલયરીંગમાં ઝડપ આવે છે. આરબીઆઇએ જણાવ્યું છે કે ભારતમાં ડીજીટલ પેમેન્ટમાં વધારો થઇ રહ્યો છે. તે ટૂંક સમયમાં ડીજીટલ પેમેન્ટ ઇન્ડેકસ પણ જારી કરશે. રિઝર્વ બેન્ક ચોકકસ સમયાંતરે ડીજીટલ પેમેન્ટ ઇન્ડેકસ તૈયાર કરશે અને તેને પ્રસિધ્ધ કરશે, જેથી અસરકારક રીતે પેમેન્ટમાં ડીજીટલા ઇજેશનને જાણી શકાશે. ડીજીટલ પેમેન્ટ ઇન્ડેકસ વિવિધ માપદંડ પર આધારીત હશે. જૂલાઇ ર૦ર૦ થી આ ઇન્ડેકસ ઉપલબ્ધ બનશે.

(3:36 pm IST)