Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કાશ્મીરના વેપારને ૧૮ હજાર કરોડનુ અને ટુરીઝમને ૯૧૦૦ કરોડનું નુકસાન

જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં પાંચ ઓગસ્ટ ર૦૧૯ થી લાગેલા પ્રતિબંધોથી ડીસેમ્બરના પહેલા અઠવાડીય સુધીમાં લગભગ ૧૮ હજાર કરોડ રૂપિયાનું વેપારનું નુકસાન થયું છે. કાશ્મીરન વેપારીઓનું કહેવું છે કે અમે વેપારની એક મોટી સીઝન ગુમાવી દીધી છે. પરિણામ સ્વરૂપે મહિના પછી પણ દાલ સરોવરના કિનારે ઉભેલી હાઉસ બોટસ, સ્ક્રીઇંગ માટે, પ્રખ્યાત ગુલમર્ગની મોટાભાગની  હોટલો ખાલી છે. શિયાળાની સીઝનમાં નહીંતર આ હોટલો અને હાઉસ બોટસ કાયમ ભરેલી રહેતી હતી. આ સાથે જ તેની આજુ બાજુ જાજમ, ભરતકામ વાળા કપડ અને કેસર વેચનારી દુકાનો પણ ખાલી જોવા મળે છે.

ટુરીઝમ સેકટરને પણ પ ઓગસ્ટ પછીની સ્થિતીએ જોરદાર ફટકો લગાવ્યો છે. આ ફટકો એટલો મોટો છે કે તમે વિચારી પણ શકો. લગભગ ૯ હજર કરોડ રૂપિયાનું નુકસાન અત્યાર સુધીમાં ટુરીઝમ સેકટરને થઇ ચુકયું છે. અને આમાંથી છૂટકારો મેળવવાના અણસાર દુર દુર સુધી નથી દેખાતા. એટલું જ નહીં ટુરીઝમ સેકટર સાથે સંકળાયેલા દોઢ લાખ લોકોને નોકરીમાંથી અત્યાર સુધીમાં કાઢી પણ મુકાયા છે.

જો આંકડાની વાત કરીએ તો ર૦૧૯ માં કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી કાશ્મીરમાં ૬ મહિનામાં ફકત પાંચ લાખ પર્યટકો જ આવ્યા. આમાંથી રપ ટકા તો એવા લોકો હતા, જે કાશ્મીરની પરિસ્થિતી જાણવા, જોવા અને રિપોર્ટ કરવા માટે પર્યટક બની ને આવ્યા હતાં.કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ પહેલા જ પોતાના રિપોર્ટમાં જણાવી ચુકી છે કે આ સમયગાળામાં કાશ્મીરને ૧૮ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે નુકસાન ઉઠાવવું પડયું છે. આ આંકડામાં ટુરીઝમ ક્ષેત્રના આંકડાઓ સામેલ નથી, જે અનુમાન મુજબ ૯૧૯૧ કરોડ  છે. એટલું જ નહી દોઢ લાખથી વધારે લોકો બેરોજગાર પણ થયા છે, જેમાંથી મોટાભાગના હોટલો, રેસ્ટોરા વગેરેમાં નોકરી કરતા હતા અને પ્રવાસીઓ ન આવવાના  કારણે તેમને કાઢી મુકાયા હતાં.

(11:26 am IST)