Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હોલીવૂડના આ મહાન એકટર કિર્ક ડગલસના નિધનથી હોલીવુડ જગતમા શોકનું મોજું

હોલીવુડના મહાન એકટર  કિર્ક ડગલસનુ બુધવારના ૧૦૩ વર્ષની ઉમરે નિધન થયું એમના પુત્ર માઇકલ ડગલસએ આની જાણકારી આપી. એમના પુત્રએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ ખુબ જ દુઃખ સાથે હુ અને મારા ભાઇ કિર્ક ડગલસના નિધનની ઘોષણા કરી રહ્યા છીએ તે આજે અમને છોડી આ સંસારમાંથી  ચાલ્યા ગયા.

કિર્ક ડગલસએ પોતાની કારર્કિદીમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ. એમણે સ્પાર્ટકસ અને પાથ્સ ઓફ ગ્લોરીના એકટર તરીકે માનવામા આવે છે. જો કે ડગલસને સ્ટ્રોક હોવાને કારણે ઇન્ડસ્ટ્રીઝ છોડી હતી.

એમના નિધનનુ કારણ હજુ જાણવા મળ્યુ નથી. કિર્ક ડગલસ એક અમેરિકી અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને લેખક હતા. એમના નિધનથી  બોલીવુડ જગતમાં  શોકની લહેર છે. ૧૯૯૬ મા  એમને ઓસ્કારના માનદ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા.

(12:00 am IST)