Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

દાઉદના નજીકના મોતીવાલાનું યુ.એસ. પ્રત્યાર્પણનો રસ્તેા સાફ

અન્ડરવર્લ્ડ સરગના દાઉદ ઇબ્રાહીમના નજદીકી સહયોગી અને પાકિસ્તાની નાગરિક જબીર મોતીવાલાનું અમેરિકા પ્રત્યાર્પણ મામલાથી જોડાયેલી અરજીને લંડનના વેસ્ટ મિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટએ ફેબ્રુઆરીના રોજ રદ કરી સાથે મોતીવાલાનું અમેરિકાને પ્રત્યર્પિત થવાનો મામલો સાફ થઇ ગયો.

મોતીવાલા માદક પદાર્થોની ચોરી અને લગભગ ૧૪ લાખ ડોલરના ધનશોધનને લઇ અમેરિકા પ્રત્યર્પિત થવા માટેના કેસનો સામનો કરી રહ્યા છે. અમેરિકી પ્રત્યાર્પણ અનુરોધમાં એમ પણ કહેવામાં આવ્યુ કે તે સીધો દાઉદને રિપોર્ટ કરતા હતા જે એક ઘોષિત આતંકવાદી છેઅને ૧૯૯૩ ના મુંબઇ વિસ્ફોટમા વાંછિત  છે.

અમેરિકી કાનૂનને લઇ આતંકવાદનો આરોપ સાબિત થવા પર મોતીવાલાને ઉમરકેદની સજા પણ મળી શકે છે. અને તેને પેરોલ પણ નહી મળે. જબ્બીર મોતીવાલા દાઉદ કંપનીમાં એક ટોચનો લેફટનન્ટ છે.

(12:00 am IST)