Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર PSA લગાડાયો :પીડીપીએ કહ્યું--લોકશાહીની હત્યા

બંને નેતાઓ પર પબ્લિક સેફ્ટી એક્ટ લગાવી દીધો : ફારૂખ અબ્દુલ્લા પર પણ લાગેલો છે PSA

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર ગાળીયો કસ્યો છે.તંત્રએ આ બંને નેતાઓ પર પબ્લિક સેફ્ટી એક્ટ લગાવી દીધો છે. ગત વર્ષે ઑગષ્ટમાં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદથી જ આ બંને નેતાઓ નજરબંધ છે. આ સાથે બે અન્ય નેતાઓ પર પણ પીએસએ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉમરનાં પિતા તથા નેશનલ કૉન્ફરન્સ ચીફ ફારૂક અબ્દુલ્લા પહેલાથી જ પીએસએ અંતર્ગત બંધ છે.

 નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લા તથા પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી 6 મહિનાથી કસ્ટડીમાં છે જે સમયગાળો ગુરૂવારનાં પૂર્ણ થયો. આ તમામ નેતાઓ ગત વર્ષે ઑગષ્ટ બાદથી કાશ્મીરની શાંતિને ધ્યાનમાં રાખીને કસ્ટડીમાં રખાયા હતા. હવે તેમના પર પીએસએ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસની સાથે પહોંચેલા મેજિસ્ટ્રેટે મહેબૂબાનાં નિવાસસ્થાન પર જઇને આ આદેશ વિશે જણકારી આપી.હતી

આ ઉપરાંત જે બે અન્ય નેતાઓ પર પીએસએ લગાવવામાં આવ્યો તેમા નેશનલ કૉન્ફરન્સનાં નેતા અને પૂર્વ મંત્રી અલી મોહમ્મદ સાગર, એનસીનાં જ સરતાજ મદની સામેલ છે. પૂર્વ ધારાસભ્ય બશીર અહમદ વીરી પર પણ પીએસએ લગાવવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હોવાની સૂચના છે. ઉલ્લેખનીય છે કે ઉમરનાં પિતા તથા જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી રહી ચુકેલા ફારૂખ અબ્દુલ્લા પહેલાથી જ પીએસએ અંતર્ગત બંધ છે. તેના પર 17 ડિસેમ્બરનાં પીએસએ લગાવવામાં આવ્યો હતો.

(11:27 pm IST)