Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

યુપીના શહેરી વિસ્તારોમાં ભાજપ સામે સપાનો જામશે મુકાબલો :14માંથી 6 સીટ બસપાને ફાળે

આ 14 સીટોમાંથી ત્રણ પર 2014માં કોંગ્રેસ બીજા નંબરે :હવે ત્રણેય સપા લડશે

નવી દિલ્હી :આગામી લોકસભા ચૂંટણીમાં સપા ઉત્તર પ્રદેશમાં શહેરી સીટોમાં બસપા કરતા વધારે સીટો પર ચૂંટણી લડી શકે છે. યૂપીમાં આશરે 14 મોટી શહેરી સીટો છે એમાંથી 8 સીટો પર સમાજવાદી પાર્ટી અને 6 પર બસપા ચૂંટણી લડી શકે છે.

  આ 14 સીટોમાંથી ત્રણ પર 2014માં કોંગ્રેસ બીજા નંબરે આવી હતી. ત્રણેય પર સપા ચૂંટણી લડી શકે છે. અન્ય ત્રણ સીટો જયાં કોંગ્રેસ જીતની નજીક આવી હતી તેમની બસપામાં જવાની સંભાવના છે શહેરી નિર્વાચન ક્ષેત્રોમાં સપાને મુરાદાબાદ, ગાઝિયાબાદ, લખનઉ, કાનપુર, ઝાંસી, ઈલાહાબાદ, ગોરખપુર અને વારાણસીની સંભાવના છે.

   બસપાના સમર્થનથી સપાએ ગોરખપુરમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને ગઠબંધનનો પાયો નાખ્યો હતો હવે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન થઈ ગયું છે. ગઠબંધન પછી આવનારી લોકસભા ચૂંટણીમાં સપા ઉત્તર પ્રદેશમાં શહેરી સીટોમાં બસપા કરતા વધારે સીટો પર ચૂંટણી લડી શકે છે.

(12:45 am IST)