Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જમ્મુ કાશ્મીરમાં હજુ 450 જેટલા આતંકવાદીઓ સક્રિય: પીઓકે અને પાકિસ્તાનમાં 16 ટ્રેનિંગ કેમ્પ ચાલુ :સૈન્ય

પીર પંજાલ પર્વતમાળાના ઉતરના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓ

 

ઉધમપુર : સેનાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં 450 આતંકવાદીઓ સક્રિય છે. પાકિસ્તાનનાં સમર્થનથી નિયંત્રણ રેખા (LoC) પર આતંકવાદી ઢાચાઓ હજી પણ છે અને પાડોશી દેશ તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં 16 આતંકવાદી શીબીર ચાલી રહી છે. ઉત્તરી સેનાનાં કમાંડર લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે કહ્યું કે, પીર પંજાલ (પર્વત શ્રૃંખલા)ના ઉત્તરી સેનાના કમાંડર લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે કહ્યું કે, પીર પંજાલનાં ઉત્તરી વિસ્તામાં વધારે આતંકવાદીઓ છે

 

   કાશ્મીર ખીણમાં આશરે 350-400 આતંકવાદીઓ સક્રિય છે. પીર પંજાલનાં દક્ષિણ (જમ્મુ)માં 50 આતંકવાદીઓ છે. તેમણે કહ્યું કે, પીર પંજાલના દક્ષિણમાં રહેલા મોટા ભાગના આતંકવાદીઓ વધારે સક્રિય નથી

પ્રકારે સુરક્ષાની સ્થિતી સ્થિર છે. જો કે મોટા ભાગના અભિયાન પીર પંજાલના ઉત્તર(કાશ્મીર)માં ચલાવવામાં આવે છે કારણ કે મોટા ભાગનાં આતંકવાદીઓ ત્યાં હાજર હોય ચે. લેફ્ટિનેંટ નજરલ સિંહે કહ્યું કે, પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી આધારભુત ઢાંચો હજી પણ છે

  તેમણે કહ્યું કે,પીઓકેમાં આતંકવાદી ઢાંચાઓ હજી પણ છે. પાકિસ્તાની સેના સીમા પાર આતંકવાદીઓને ઘુસણખોરીમાં મદદના પ્રયાસોમાં એલઓસી પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘન અને સુનિયોજીત પદ્ધતીથી ક્રિયાકલાપ કરે છે. પીઓકે અને પાકિસ્તાનમાં 16 આતંકવાદી ટ્રેનિંગ કેમ છે.

(11:28 pm IST)