Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મમતા બેનર્જીના ધરણામાં શામેલ અધિકારીના મેડલ પાછા લેશે કેન્દ્ર સરકાર ! મોટી કાર્યવાહીના એંધાણ

પાંચેય અધિકારીઓ સામે કેન્દ્રમાં સેવા આપવા સામે રોક અને નામ ઈમ્પેનલ્ડ લિસ્ટમાંથી હટાવવા વિચારણા

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણામાં શામેલ થયેલા અધિકારીઓ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરવાનું એલાન કર્યુ છે.પશ્ચિમ બંગાળની સરકારને પણ આ બધા અધિકારીઓ સામે ઑલ ઈન્ડિયા સર્વિસીઝના નિયમો હેઠળ કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. આ અધિકારીઓએ કથિત રીતે ચાર ફેબ્રુઆરીએ મમતા બેનર્જીના કેન્દ્ર સરકાર અને સીબીઆઈના વિરોધમાં કરેલા ધરણામાં ભાગ લીધો હતો.

  ગૃહ મંત્રાલય ધરણામાં શામેલ થયેલા પાંચ પોલિસ અધિકારીઓ પાસેથી મેડલ પાછો લેવા, આ અધિકારીઓના નામ ઈમ્પેનલ્ડ લિસ્ટમાંથી હટાવવા અને પાંચે આઈપીએસ અધિકારીઓ પર થોડા સમય માટે કેન્દ્ર સરકારમાં સેવા આપવા પર પણ રોક લગાવવાનો વિચાર કરી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈની ટીમ ચિટ ફંડ મામલે પૂછપરછ કરવા માટે કોલકત્તા પોલિસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી હતી.રાજ્ય પોલિસે ટીમની ધરપકડ કરી હતી. વળી, રવિવારે રાતે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પર સીબીઆઈના દૂરુપયોગનો આરોપ લગાવતા કોલકત્તામાં ધરણા શરૂ કરી દીધા હતા. ત્રીજા દિવસે તેમણે ધરણા ખતમ કર્યા હતા. આ દરમિયાન રાજીવ કુમાર અને અમુક બીજા અધિકારી પણ તેમની સાથે મંચ પર દેખાયા હતા. જો કે મમતાએ કહ્યુ હતુ કે અધિકારી સુરક્ષા વ્યવસ્થાનું કામ જોઈ રહ્યા હતા. ધરણા નહોતા કરતા.

(7:11 pm IST)