Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

વ્યાજદરમાં ઘટાડો : લોન સસ્તી થશેઃ EMI ઘટશે

જીડીપીનો દર રહેશે ૭.૪ ટકા : રીટેલ ફુગાવો જાન્યુ - માર્ચમાં ૨.૪ ટકા અને એપ્રિલ - સપ્ટેમ્બરમાં ૩.૨ - ૩.૪ ટકા રહેશે

ભારતીય રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)એ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આની સાથે જ હવે રેપો રેટ ૬.૫૦થી ઘટીને ૬.૨૫ ટકા થઇ ગયો છે. એમપીસીમાં ૬ સભ્યોમાંથી ૪ સભ્યો રેપો રેટ ઘટાડવાના તરફેણમાં હતા, જયારે બે સભ્યો વિરલ આચર્ય અને ચેતન ઘાટે રેપો રેટ યથાવત રાખવા માંગતા હતા.

૬ સભ્યોની એમપીસીની બેઠકની અધ્યક્ષતા આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસે કરી હતી. નોંધનીય છે કે, આરબીઆઇ ગવર્નર બન્યા બાદ આ તેમની પ્રથમ એમપીસી બેઠક હતી. આનાથી હોમ લોન, ઓટો લોન જેવી લોન સસ્તી થશે. આ સિવાય આરબીઆઇની પ્રોત્સાહક પોલિસીથી શેરબજારમાં પણ ઉછાળો જોવા મળી શકે છે. નવી નાણાકીય નીતિ હેઠળ રિવર્સ રેપો રેટ ઘટીને ૬ ટકા જ્યારે બેંક રેટ ૬.૫૦ ટકા પર આવી ગયો છે.

જોકે રેપોરેટ વ્યાજના તે દર હોય છે જેના પર રિઝર્વ બેંક બેંકોને ફંડની ફાળવણી કરે છે. જોકે રેપો રેટ ઘટવાથી બેંકોને આરબીઆઇ પાસેથી સસ્તી ફંડીંગ પ્રાપ્ત થઇ શકશે. તેથી બેંક પણ હવે ઓછા વ્યાજદર પર લોન ઓફર કરી શકશે. જેથી નવી લોન સસ્તી થશે. જ્યારે લોન લઇ ચૂકેલા લોકો ઇએમઆઇ અથવા રીપેમેન્ટ પીરીયડમાં ઘટાડાનો ફાયદો લઇ શકશે.

૫, ૬ અને ૭ ફેબ્રુઆરીએ ચાલેલી છ સભ્યોની એમપીસીની બેઠકની અધ્યક્ષતા આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે કરી. આરબીઆઇ ગવર્નર બન્યા બાદ તે તેમની પ્રથમ બેઠક હતી. સમિતિએ કહ્યું છે કે, આ નિર્ણય મીડિયમ ટર્મમાં સીપીઆઇ આધારિત ખુદરા મોંઘવારી દરને ૪ ટકા સુધી રાખવાના લક્ષ્યને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ખાદ્ય કિંમતોમાં સતત ઘટાડાના કારણે ખુદરા મુદ્રાસ્ફીતી ડિસેમ્બર ૨૦૧૮માં ૨.૧૯ ટકા રહ્યો જે ૧૮ મહિનાનું નીચલું સ્તર છે.

ઉલ્લેખનીય છે કે, તે નાણાકીય વર્ષની છઠ્ઠી અને અંતિમ મૌદ્રિક નીતિ સમીક્ષા છે. આરબીઆઇએ છેલ્લા ત્રણવારથી તેમની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટ અને સ્થિતિ પહેલા જેવી યથાવત રાખવામાં આવી હતી. તે પહેલા ચાલુ નાણાકીય વર્ષની અન્ય બે સમીક્ષાઓમાં પ્રત્યેક વાર તેના દરોમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૮માં તેમની નાણાકીય નીતિ સમીક્ષામાં રીઝર્વ બેંકના વ્યાજદરોમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. પરંતુ વાયદો કર્યો હતો કે નાણાકીય સ્ફીતિનો જોખમ થયું નહી તો તે દરોમાં ઘટાડો કરશે.

મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ ૦.૨૫ ટકા ઘટાડાતા બેન્કો આ લાભ ગ્રાહકો સુધી લંબાવે તો આગામી સમયમાં વિવિધ લોન સસ્તી થશે. આરબીઆઇએ માર્ચ કવાર્ટરનો ફુગાવાનો અંદાજ ધટાડી ૨.૮ ટકા કર્યો છે. તેમજ નાણાં વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રથમ છ માસમાં ફુગાવો ૩.૨થી ૩.૪ ટકા વચ્ચે રહી શકે છે. જયારે ત્રીજા કવર્ટરમાં ફુગાવાનો અંદાજ ૩.૯ ટકા રહેશે તેમ આરબીઆઇએ જણાવ્યું.

આરબીઆઇના મતે આગામી નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૭.૪ ટકા રહેશે જે અગાઉ ૭.૨ ટકા હતો. આરબીઆઇની આઙ્ગપોલિસીએ બજાર વર્ગે આવકાર્યો.આગામી સમયમાં લોકસભા ચૂંટણી દેશમાં યોજાનાર છે તેવામાં આરબીઆઇ ગવર્નર દાસે દેશમાં નાણાં તરલતા મુદ્દે જણાવ્યું કે, મધ્યસ્થ બેન્ક નાણા તરલતા પર નજર રાખી રહી છે અને નાણાં તંગી ઉભી ના થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે.(૨૧.૨૬)

(2:49 pm IST)