Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નવવધુનો વર્જિનિટી ટેસ્ટ કરાવનારને મળશે સજા : મહારાષ્ટ્ર સરકાર બનાવશે કાયદો:ગૃહમંત્રી રંજીત પાટીલ

કોઈ મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરવુ હવે ટૂંક સમયમાં દંડનીય ગુનાની શ્રેણીમાં આવી જશે.

મુંબઈ :હવે કોઈ મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરવાથી મુશ્કેલીમાં મુકાઈ શકો છો અને જેલ પણ થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યુ કે કોઈ મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરવુ હવે ટૂંક સમયમાં દંડનીય ગુનાની શ્રેણીમાં આવી જશે. વાસ્તવમાં રાજ્યના અમુક સમાજોમાં પરંપરા મુજબ નવવધુ મહિલાઓને વર્જિનિટી (કૌમાર્ય) ટેસ્ટ કરાવવાનો હોય છે. ગૃહમંત્રી રંજીત પાટિલે આ મુદ્દે કંજરભાટ સમાજના અમુક યુવકો સાથે મુલાકાત કરી જેમણે વર્જિનિટી ટેસ્ટના વિરોધમાં ઑનલાઈન અભિયાન ચાલુ કર્યુ છે.

 મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ યુવકોને આશ્વાસન આપ્યુ કે જો કોઈ મહિલા આ પ્રકારની ફરિયાદ લઈને આવશે તો રાજ્ય સરકાર પોલિસને નિર્દેશ આપવામાં આવશે તે આ મામલે યૌન શોષણનો કેસ નોંધવામાં આવે. પાટિલે કહ્યુ કે તેમનો વિભાગ યૌનશોષણ કેસોની દર બે મહિને સમીક્ષા કરશે અને એ સુનિશ્ચિત કરશે કે અદાલતોમાં આવા કેસો ઓછા લંબાવવામાં આવે. તેમણે કહ્યુ કે વિધિ તેમજ ન્યાય વિભાગ પાસેથી સૂચન લીધા બાદ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે જેમાં આને દંડનીય ગુનો ઘોષિત કરવામાં આવશે

 

(2:10 pm IST)