Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગરીબોની સબસીડી નહીં ઘટાડાય

ફાઇનલ બજેટમાં વધુ રાહતના સંકેત આપતા પીયુષ ગોયલ

નવી દિલ્હી, તા. ૭ : વચગાળાના બજેટમાં  હેકટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ આપવા જેવી વેલફેર સ્કીમોના ફંડીંગ માટે મોદી સરકાર કોઇ સબસીડી પર કાતર નહીં મૂકે. આ વાત કાર્યવાહી નાણામંત્રી ગોયલે કહી છે. તેમણે કહ્યું કે ઇન્કમ સપોર્ટ સ્કીમના વ્યાપમાં બીજા વંચિત વર્ગોને પણ લાવી શકાશે. સરકાર સ્ટાર્ટઅપ્સની મદદ માટે દરેક પગલા લેશે.

એક ઇન્ટરવ્યુમાં પીયુષ ગોયલે સંકેતો આપ્યા છે કે સામાન્ય ચૂંટણી પછી જુલાઇ રજૂ થનાર ફાઇનલ બજેટમાં કરદાતાઓ માટે બીજા પગલ પણ લઇ શકાય છે. તેમણે કહ્યું કે સરકાર ખાધને કાબુમાં રાખવા માગે છે. તેમણે કહ્યું મને એ નથી સમજાતુ કે ફિસ્કલ પ્રોબ્લેમ કયાં છે. આ વર્ષે અમે ખેડૂતોને ર૦૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોને વધારે આપવાની જોગવાઇ કરી છે. જેના કારણે રાજકોષીય ખાધ લક્ષ્ય કરતા ૦.૧ ટકો વધી છે. એ પણ મેં પહેલા જણાવ્યું હતું કે તે ખરેખર તો ૩.૩૬ ટકા છે. ર૦૧૯ના બજેટમાં ખાધને જીડીસીપીના ૩.૩ ટકા રાખવાનું લક્ષ્ય રખાયું હતું. વચગાળાના બજેટમાં સરકારે પ લાખ સુધીની વાર્ષિક આવક પર ટેક્ષ ન લેવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. વડાપ્રધાન મોદીના આ બયાનથી પણ લોકોની આશા વધી છે. મોદી કહ્યું હતું કે વચગાળાનું બજેટ તો ટ્રેલર છે. ગોયલે આવકમાં છુટની લીમીટ ઉપર કોમેંટ કર્યા વગર સંકેત આપ્યો કે કેટલાક વધુ પગલા લઇ શકાય છે. તેમણે કહ્યું કે આવકવેરા બાબતે અમે જે કરવા ઇચ્છતા હતા તેના બધા પ્રસ્તાવો વચગાળાના બજેટમાં અમે નથી મૂકી શકયા. ફાઇનલ બજેટમાં અમારા બધા પ્રસ્તાવ હશે.

તેમણે કહ્યું કે આપણે ફાઇનલ બજેટની રાહ જોવી જોઇએ. તેમણે ખેડૂતો માટે ઇન્કમ ટ્રાન્સફર સ્કીમના કારણે ગરીબો અને વંચિતોને અપાતી સબસીડીમાં ઘટાડો કરવાની ના પાડી હતી. તેમણે કોંગ્રેસના મીનીમમ ઇનકમ સ્કીમના પ્રસ્તાવને નિશાન પર લેવા કહ્યું કે તેમની સ્કીમમાં ફંડીંગ માટે સબસીડી ઘટશે. વડાપ્રધાન મોદી અને ભાજપા કોઇપણ સરકારને હાલની કોઇપણ સબસીડીને હાથ પણ નહીં લગાડવા દે.

 

(10:31 am IST)