Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ભારતીયોની મહેનતના પૈસાથી માલામાલ થાય છે અનેક દેશો

ફંડ ટ્રાન્સફરની ફી રૂપે વર્ષે ૧૫ હજાર કરોડની કમાણી : સૌથી વધુ કમાતા દેશોમાં યુ.એ.ઇ.

નવી દિલ્હી તા.૭: વિદેશોમાં રહેતા ભરતીયોની મહેનતની કમાણીનો એક મોટો હિસ્સો ફંડ ટ્રાન્સફરના સર્વિસ ટેક્ષમાં જતો રહે છે. જો તમે વિદેશથી પોતાના કુટુંબને રકમ મોકલો તો તેનો એક મોટોભાગ આ સેવા માટે લાગતી ફીમાં જતો રહે છે. વિદેશમાં રહેતા ભારતીયો જયારે પોતાના ઘરે પૈસા મોકલે છે ત્યારે તે દેશની બેંક ફંડ ટ્રાન્સફર ફી ના નામે મોટી રકમ વસુલ કરે છે. આ સેવાની ફી તરીકે ભારતીયોને લગભગ ૧૫ હજાર કરોડનો ધુંબો લાગે છે. આ ફી ચુકવવામાં ભારત પ્રથમ નંબરે છે. જો કે, આખી દુનિયામાં આ સેવા માટે લગભગ ૫૨ બિલીયન ડોલરની રકમ જાય છે.

ભારતીયોના ફંડ ટ્રાન્સફર ફી લેનાર અગ્રણી પ દેશો

યુએઇમાં રહેતા ભારતીયોના આ સેવા માટે સૌથી વધારે રૂપિયા ખર્ચાય છે. ભારતમાં ફંડ ટ્રાન્સફર પર લાગતા સર્વિસ ટેક્ષ પર લગભગ ૪૭૧ મીલીયન ડોલર યુએઇની બેંકો છીનવી લે છે. એટલે લગભગ ૨૬ ટકા હિસ્સો યુએઇથી થનાર ફંડ ટ્રાન્સફરની સેવામાં ચાલ્યો જાય છે. બીજા નંબર પર સઉદી અરબ છે. કુલ સર્વિસ ટેક્ષનો ૧૧.૬ ટકા હિસ્સો લગભગ ૨૫૦ મીલીયન ડોલર સઉદીથી થતા ફંડ ટ્રાન્સફરની સેવા રૂપે ચાલ્યો જાય છે. આ સેવા માટે અમેરિકા ૨૪૭ મીલીયન ડોલર વસૂલ કરે છે. કતાર અને કુવૈત ચોથા અને પાંચમાં ક્રમે છે. કતાર ૧૬૮.૯ મીલીયન ડોલર અને કુવૈત ૯૩.૩ મીલીયન ડોલર આ સેવા દ્વારા વસુલે છે.

ટોંગાના જીડીપીનો ૩૬ ટકા હિસ્સો સર્વિસ ટેક્ષમાંથી

દુનિયાના મોટાભાગના દેશોના જીડીપીમાં આ સેવાનું યોગદાન મહત્વનું હોય છે. ટોંગા દુનિયાનો એવો દેશ છે જે પોતાના કુલ જીડીપી નો ૩૬ ટકા હિસ્સો આ સર્વિસ દ્વારા કમાય છે. દક્ષિણ એશિયાના દેશોના જીડીપીમાં આ સેવાનંુ બહુ ઓછું યોગદાન છે.

ફંડ ટ્રાન્સફર માટે સર્વિસ ટેક્ષ ચુકવતા દુનિયાના અગ્રણી દેશો

૨૦૧૮ના વર્ષમાં ફંડ ટ્રાન્સફર માાટે સર્વિસ ટેક્ષ આપનાર દેશોમાં ભારત પ્રથમ સ્થાને છે. આ સેવામાં ૭૯૫ બિલીયન ડોલરની રકમ વિદેશી બેંકો ઝુંટવી લે છે. બીજા સ્થાને ચીન છે જે આ સેવા માટે ૬૭૪ બિલીયન ડોલર ચુકવે છે. ત્રીજા નંબર પર ફિલીપીંસ છે જે ૩૪ બિલીયન ડોલરચૂકવે છે. ૩૪ બિલીયન ડોલર સાથે મેકિસકો ચોથા નંબરે અને ૨૮ બિલીયન ડોલરના ચુકવણા સાથે ફ્રાંસ પાંચમાં નંબરે આવે છે.

દુનિયાભરના ઘણા બધા દેશોએ આ સર્વિસ ટેક્ષ અંગે ચિંતા વ્યકત કરી છે. જી-૨૦ ના સભ્ય દેશોએ ફંડ ટ્રાન્સફરના સર્વિસ ટેક્ષમાં ઘટાડાની માંગણી કરી છે. આ દેશોએ પ ટકાના ઘટાડાની માંગણી કરી છે. જો કે સંયુકત રાષ્ટ્ર એ ત્રણ ટકાના ઘટાડાની વાત કરી છે.

(10:30 am IST)