Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગેરકાયદેસર રીતે આવતા લોકો, માનવ તસ્કરી, અને ડ્રગ્સનો ધંધો કરનાર લોકોને રોકવા માટે સરકાર પ્રતિબદ્ધ છે : આપણે બદલાનું રાજકારણ બંધ કરવું પડશે : દેશના સીમાડાઓ પાર કરી સારા કામ માટે સહયોગ કરી સમજૂતી સાધવી પડશે : ગઈકાલ 5 ફેબ્રુ ના રોજ કોંગ્રેસના બંને ગૃહ સમક્ષ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નેશનલ સ્પીચ

વોશિંગટન :અમેરિકા દેશના શિરસ્તા મુજબ પ્રેસિડન્ટ દર વર્ષે નેશનલ સ્પીચ આપે છે.જે ગઈકાલ 5 ફ્રેબ્રુ 2019 ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પએ આપી હતી.જે દરમિયાન કોંગ્રેસના બંને ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ)ના સાંસદ હાજર રહે છે. પ્રમાણેની સ્પીચમાં રાષ્ટ્રપતિની આર્થિક સહિત રાષ્ટ્રીય નીતિઓનો સમાવેશ થાય છે. વખતે શટડાઉનના કારણે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેંસી પેલોસીએ શટડાઉન ખતમ થયા પછી સ્ટેટ ઓફ ધી યૂનિયન સ્પીચ આપવાની વાત કરી હતી.

ઉદબોધન પ્રસંગે પ્રેસિડન્ટ ટ્રમ્પએ જણાવ્યું હતું કે આપણે બદલાનું રાજકારણ, પ્રતિરોધ કરવાનું બંધ કરવું પડશે. આપણે સીમાની પાર જઈને સારા કામ, સહયોગ અને સમજૂતી કરવી પડશે.મહાન દેશોએ અંતહીન યુદ્ધ લડવું જોઈએ. તેનાથી સ્પષ્ટ થાય છે કે, તેઓ સીરિયા અને અફઘાનિસ્તાનમાં જંગ ચાલુ રાખવાના પક્ષમાં નથી. ટ્રમ્પે તાજેતરમાં સીરિયાથી અમેરિકન સેનાને પરત બોલાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ પ્રશાસને અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

અમેરિકાના પ્રેસિડન્ટએ  કહ્યું કે, આપણે એવા માઈગ્રેશનના નિયમ બનાવવા પડશે જેમાં અમેરિકનોને સુરક્ષાની સાથે રોજગારી પણ મળી શકે. ટ્રમ્પે અમીર રાજનેતાઓ અને દાતાઓની નિંદા કરતા કહ્યું કે, તેઓ સીમાઓને ખુલ્લી રાખવાની વાત કરે છે, ત્યારે તેમના પોતાના જીવનની દિવાલો, દરવાજાઓ ગાર્ડ્સથી ઘેરાયેલા હોય છે.તેમણે ઉમેર્યું હતું કે  હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે બતાવી દેવું જોઈએ કે અમેરિકા ગેરકાયદેસર રીતે આવતા લોકો, માનવ તસ્કરી અને ડ્રગ્સનો ધંધો કરનાર લોકોને રોકવા માટે પ્રતિબદ્ધ છે.મેક્સિકો બોર્ડર ઉપર દિવાલ બનાવવા માટે વોટિંગ કર્યું હતું પરંતુ દિવાલ બની શકી. હવે અમે દિવાલ બનાવીશું.તેમણે એવું પણ કહ્યું કે, છેલ્લાં કેટલાક દશકાઓની સરકારની નીતિઓના કારણે દેશના વેપારને ઘણું નુકસાન થયું છે. દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે અમે નીતિઓમાં ફેરફાર કરીશું.

ઉલ્લેખનીય છે કે  ટ્રમ્પે ગયા વર્ષે જૂનમાં 50 બિલિયન ડોલર કિંમતના ચીની સામાન પર 25 ટકા વેરો લગાવવાની જાહેરાત કરી હતી.

(12:59 pm IST)