Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

અભિનેતા જીતેન્દ્ર સામે તેની કઝીને લગાવ્યો યૌન શોષણનો આરોપ

જીતેન્દ્ર 28 વર્ષના હતા ત્યારે ફિલ્મના શૂટિંગમાં લઇ જવાનું કહીને શારીરિક શોષણ કર્યાની હિમાચલ પ્રદેશમાં ફરિયાદ

 

મુંબઈ :બોલીવુડના પીઢ અભિનેતા જિતેન્દ્ર સામે યૌન શોષણની ફરિયાદ દાખલ થઇ છે અભિનેતા જિતેન્દ્રની પિતરાઇએ શારીરિક શોષણનો આરોપ લગાવતાં હિમાચલ પ્રદેશમાં ફરિયાદ દાખલ કરી છે. પોતાને પિડિત ગણાવતાં તેમની પિતરાઇએ કહ્યું હતું કે જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે જિતેન્દ્રની ઉંમર 28 વર્ષની હતી તે સમયે જિતેન્દ્રએ યૌન શોષણ કર્યું હતું તેણીએ મામલે અભિનેતા વિરુદ્ધ જલ્દી એફઆઇઆર દાખલ કરવા અને તેમની ધરપકડ કરવાની માંગ કરી છે.

 પિડિતાએ જણાવ્યું કે હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે જિતેન્દ્રએ મારા પિતાને કહ્યું કે તે મને ફિલ્મના શુટ પર લઇને જઇ રહ્યાં છે. ત્યારે જિતેન્દ્રએ મારી સાથે હરકત કરી હતી, ઘટના બાદ તે ઘણાં વર્ષો સુધી સ્તબ્ધ રહી હતી પિડિતાએ જણાવ્યું કે જિતેન્દ્ર એક જાણીતા અભિનેતા છે અને અનેક નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે.પિડિતાએ જણાવ્યું કે તેણે પોતાના માતા-પિતાના નિધન બાદ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું કારણકે તેના માતા-પિતાને અભિનેતાની હરકતથી દુખ થયું હોત.

(12:35 am IST)
  • કેરળમાં આવતા બે દિવસ માટે હળવાથી-મધ્યમ વરસાદની આગાહી access_time 6:00 pm IST

  • અંતે પુરૂષોત્તમ સોલંકીઅે ધારાસભ્યપાદના શપથ ગ્રહણ કર્યાઃ ભાજપ સરકારને હાશકારો થયોઃ મત્સ્યદ્યોગ ખાતાના પ્રધાન છે access_time 6:01 pm IST

  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે 5 રાજ્યોની હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂંક કરી છે, જેમાં કેરળ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટના જજ અભિલાષા કુમારીની મણિપુર હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:23 pm IST