Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સંકટ સમયે ભારત કબ્જા કરવાવાળું નહીં પણ મુક્તિદાતા છે :માલદીવ્સના પૂર્વ રાષ્ટ્રપતિએ ચીનને રોકડું પરખાવ્યું

 

માલે ;માલદીવ્સના નિર્વાસિત પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ચીનને બેધડક જવાબ આપતા ફરીથી ભારતને માલદીવ્સના તાજેતરના ઘટનાક્રમમાં દખલ કરવા અનુરોધ કર્યો છે નશીદે કહ્યું હતું કે તેના દેશવાસીઓ નવી દિલ્હીથી સકારાત્મક ભૂમિકાની આશા રાખે છે તેમણે કહ્યું કે 1988માં સંકટ સમયે ભારતે પોતાનું પ્રભુત્વ નહોતું જમાવ્યું પરંતુ મુક્તિદાતાની ભૂમિકા નિભાવી હતી નશીદની પ્રતિક્રિયા ચીન તરફથી ભારતને માલદીવ્સના આંતરિક મામલામાં દખલગીરી નહિ કરવાની ચેતવણી અસ્વીકાર્યરૂપ છે જેમાં ચીને કહ્યું હતું કે તેનાથી (ભારતની દખલગીરી )થી સ્થિતિ જટિલ બની જશે

 

(10:55 pm IST)