Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બજેટ બાદ ઘટાડાનો દોર

પાંચ સેસનમાં ૧૮૮૨ પોઇન્ટનો ઘટાડો થયો

       મુંબઇ,તા. ૭ : શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી જારી મંદી આજે પણ યથાવત રીતે રહેતા અંતે નિરાશા હાથ લાગી હતી. વૈશ્વિક બજારોમાં સ્થિતી સુધરતા તેની અસર ભારતીય બજાર પર જોવા મળી હતી. સવારમાં બજારમાં રિક્વરી જોવા મળી હતી. સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં રિક્વરી થઇ હતી. જો કે આરબીઆઇની પોલીસી સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ કારોબારના અંતે તેમાં ફરી નિરાશા જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ ઘટીને ૩૪૦૮૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૨ પોઇન્ટ ઘટીને ૧૦૪૭૭ની સપાટી પર રહ્યો હતો. બજેટ બાદ શેરબજારમાં અવિરત મંદી રહી છે. સેંસેક્સમાં છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૧૮૮૨ પોઇન્ટનો મોટો કડાકો બોલાઇ ચુક્યો છે. આરબીઆઇએ તમામ ચાવીરૂપ રેટ યથાવત રાખતા તેની અસર બજાર પર જોવા મળી હતી. ગઇકાલે મંગળવારના દિવસે  ૩૦ શેરના બીએસઇ સેંસેક્સમાં શરૂઆતી કારોબારમાં જ ૧૨૭૪ પોઇન્ટ ઘટી ગયા બાદ કારોબારના અંતે ઘણી રિકવરી થઇ હોવા છતાં સેંસેક્સ ૫૬૧ પોઇન્ટ ઘટીને ૩૪૧૯૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ પણ જોરદાર રિકવર થઇને અંતે ૧૬૮ પોઇન્ટના ઘટાડા સાથે ૧૦૪૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. બજેટ બાદ છેલ્લા પાંચ દિવસમાં કડાકો નીચે મુજબ છે

*    પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટના દિવસે સેંસેક્સમાં ૫૮ પોઇન્ટનો ઘટાડો થતા સપાટી ૩૫૯૦૭ની નીચી સપાટી પર રહી

*    બીજી ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની નીચી સપાટી પર રહ્યો

*    પાંચમી ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૭૫૭ની નીચી સપાટી પર રહ્યો

*    છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૫૬૧ પોઇન્ટ ઘટીને ૩૪૧૯૫ની નીચી સપાટી પર રહ્યો

*    સાતમી  ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ ઘટીને ૩૪૦૮૩ની નીચી સપાટી પર રહ્યો

(7:32 pm IST)