Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર પાસે રેતી ભરેલો ટ્રક પલ્ટી જતા ૮ મજૂરના મોત - એમ્બ્યુલન્સ મોડી પહોંચતા ઈજાગ્રસ્તો કણસતા રહ્યા

મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર પર રેત ભરેલો એક ટ્રક પલ્ટી જવાથી આઠ મજૂરના મોત નીજયા હતા જયારે અન્ય ૮ મજૂર ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બનાવની વિગત અનુસાર ખંડવા-વડોદરા સ્ટેટ હાઇવે પર ચાંદપુર પાસે ગુજરાતની બોર્ડર નજીક ગઈ રાતના દસ વાગ્યે રેતી ભરેલો ટ્રક અચાનક પલ્ટી જતા દુર્ઘટના સર્જાઇ હતી. ટ્રક પલ્ટી જતા રેતી ઉપર બેઠેલા મજૂરો દબાઇ ગયા હતા. ટ્રક પલ્ટી જતા ઘટનાસ્થળ પર દટાયેલા મજૂરો બૂમો પાડી રહ્યાં હતો.

ઘાયલોનો અવાજ સાંભળી આસપાસના લોકો મદદ માટે આગળ આવ્યા. લોકોએ જેમ-તેમ કરી કેટલાક મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યાં. પહેલા પાવડા વડે બાદમાં જેસીબીની મદદથી ટ્રકને ખસેડી લાશને કાઢવામાં આવી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મોટાભાગના લોકો રેતીમાં શ્વાસ ન લઇ શકવાના કારણે મૃત્યું પામ્યા હતા.

બચાવ કામગીરી દરમિયાન એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી હતી જેથી ઘાયલો કણસતા રહ્યાં હતા. મૃતકોમાં બે મહિલા સહિત મોટાભાગના બાળકોનો સમાવેશ છે.

(7:35 pm IST)