Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રિઝર્વ બેંકે તમામ દરો યથાવત રાખ્યા

ફુગાવાનુ દબાણ રહેશેઃ હોમ અને કાર લોન સસ્તી થવાની આશા ઉપર પાણી ફરી વળ્યુ

નવી દિલ્હી : આજે રિઝર્વ બેંકે તમામ વ્યાજદરો યથાવત રાખવાની જાહેરાત કરી છેઃ ક્રુડના વધતા ભાવ અને ખાદ્ય મોંઘવારી માથુ ઉંચકી રહી છે ત્યારે મોનેટરી પોલીસી કમીટીએ કોઇપણ દરોમાં ફેરફારો કરવાનુ યોગ્ય ગણ્યુ નથીઃ રેપોરેટ ૬ ટકા પર અને રિવર્સ રેપોરેટ પ.૭પ ટકા ઉપર યથાવત રાખવામાં આવ્યો છેઃ રિઝર્વ બેંકે ર૦૧૭-૧૮નો ગ્રોથ ૬.૭ ટકાથી ઘટાડી ૬.૬ ટકા કર્યો છેઃ જયારે એપ્રિલથી સપ્ટેમ્બર ર૦૧૮ દરમિયાન ફુગાવાનો દર પ.૧ થી પ.૬ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છેઃ ર૦૧૮-૧૯માં ગ્રોથ ૭.ર ટકા જાહેર કરવામાં આવ્યો છેઃ રિઝર્વ બેંકે રેપો, રિવર્સ રેપો અને સીઆરઆરમાં કોઇ ફેરફાર નહી કરતા હોમ અને કાર લોન સસ્તી થવાની આશા ઉપર પાણી ફરી વળ્યુ છેઃ મોંઘવારીને લઇને રિઝર્વ બેંકે ચેતવણી ઉચ્ચારી છે.

(11:50 pm IST)