Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

માલદીવએ ભારતની મદદ માંગતા ચીનના પેટમાં તેલ રેડાયુ

માલદીવના રાજકીય સંકટ પર ચીને ભારતને હસ્તક્ષેપ કરવાની મનાઇ કરી

નવી દિલ્હી તા. ૭ : માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ચીન એ ભારતને આ મામલે હસ્તક્ષેપ કરવો નહીં તેમ કહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક સંપાદકીયમાં આ વાત કહી છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન એ ઇમરજન્સીની જાહેરાત કરતાં સુપ્રીમ કોર્ટના જજની સાથે વિપક્ષી નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ મામુન અબ્દુલ ગયુમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.ઙ્ગઆ રાજકીય સંકટની વચ્ચે રાષ્ટ્રપતિ યામીનની તાનાશાહીની વિરૂદ્ઘ માલદીવના વિપક્ષી અને સુપ્રીમ કોર્ટ એ ભારત પાસેથી મદદ માંગી છે. જો કે હજુ ભારત એ સત્તાવાર રીતે મદદની જાહેરાત કરી નથી, પરંતુ એઙ્ગપહેલાં જ ચીનની બેચેની વધી ગઇ છે.

ત્યારબાદ ગય્યુમ એ આ મામલામાં ભારતથી હસ્તક્ષેપ કરવાની માંગણી કરી. ભારતના વિદેશ મંત્રાલય એ નિવેદન બહાર પાડીને કહ્યું કે માલદીવમાં ઇમરજન્સીને પરેશાન કરનાર સુપ્રીમ કોર્ટના જજોની ધરપકડનો આદેશ ચિંતાજનક છે. ચીન ભારતની આ પ્રતિક્રિયાથી ખુશ નથી.

ચીની વિદેશ મંત્રાલય એ કહ્યું છે કે બેઇજિંગ માલદીવ પર નજર રાખીને બેઠા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગ એ કહ્યું છે કે અમને આશા છે કે માલદીવ સરકાર અને ત્યાંની વિપક્ષી પાર્ટી પરસ્પર મળીને રાજકીય સંકટને ઉકેલી શકે છે.ઙ્ગમાલદીવમાં જે રાજકીય સંકટ ઉભું થયું છે, તેને ઉકેલવા માટે બુદ્ઘિમત્તા ત્યાંની સરકાર અને વિપક્ષી દળોમાં છે. એવામાં માલદીવ સંકટ પર કોઇ આંતરરાષ્ટ્રીય દખલની જરૂર નથી.

ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા સંપાદકીયમાં કહ્યું છે કે રાજકીય સંકટ કોઇપણ દેશનો આંતરિક મામલો છે. નવી દિલ્હીનો આ મામલે હસ્તક્ષેપ કરવો ઔચિત્ય નથી. માલદીવ ખૂબ જ ઉંડાઇ સુધી ભારતના દબાણમાં છે.

આ સિવાય પોતાના સંપાદકીયમાં ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે ભારત દક્ષિણ એશિયન દેશો પર નિયંત્રણ ઇચ્છે છે. નવી દિલ્હી નાના દક્ષિણ એશિયન દેશો દ્વારા સ્વતંત્રતા, સ્વરાજય અને ખાસ કરીને અન્ય તાકતવર દેશોની સાથે સંબંધો માટે કરાયેલા પ્રયાસ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. દક્ષિણ એશિયન દેશોની વચ્ચે સંપ્રભુતાની ભાવના વધી રહી છે. તમામ નાના દક્ષિણ એશિયન દેશ ભારતનો લાભ ઉઠાવાથી પોતાને બહાર નીકાળવા માંગે છે. ભારત એ પશ્યિમી રાજકારણની પ્રણાલીને અપનાવી છે.ઙ્ગજયારે માલદીવના રાષ્ટ્રપતિ યામીન એ ચીનની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો અને બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટિવ (બીઆરઆઈ)માં ચીનનો સાથ આપ્યો તો ભારત એ તેના પર આપત્ત્િ। વ્યકત કરી હતી.

ચીનને ખતરો છે કે જો ભારતના હસ્તક્ષેપથી યામીનની સરકારને ખતરો પહોંચે છે અને વિપક્ષી દળને સત્તા મળે છે તો ચીન અને માલદીવના સંબંધો નબળા પડી જશે. આ બધાની વચ્ચે માલદીવ સંકટ પર ભારત સરકાર એ સંકેત આપ્યો છે કે ભારત આ મામલામાં SOPનું પાલન કરી શકે છે, જેમાં સેનાને તૈયાર રાખવાનું સામેલ છે. આપને જણાવી દઇએ કે આની પહેલાં પણ એક વખત ભારત સૈન્ય બળથી માલદીવની મદદ કરી ચૂકી છે.(

(3:57 pm IST)