Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ભારતમાં મુસલમાનોનું શું કામ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જતા રહે

ભાજપ સાંસદ વિયન કટિયારનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી તા. ૭ : ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિયન કટિયાર એ દેશના મુસલમાનોને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કટિયાર એ એઆઇએમઆઇએમ સાંસદ અસદ્દુદીન ઓવૈસીના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે વંદે માતરમ ન બોલનારાઓને પણ સજા આપવા માટે કાયદો લાવવો જોઇએ. એનાથી પણ આગળ જઇ કટિયાર એ કહ્યું કે મુસલમાનોએ ભારતમાંથી જતા રહેવું જોઇએ.ભાજપ સાંસદ એ એટલા સુદ્ઘાં કહી દીધું કે મુસલમાન આ દેશમાં રહેવા જ ના જોઇએ. મુસલમાનોએ વસતીના આધાર પર દેશના ભાગલા પાડી દીધા તો આ દેશમાં રહેવાની શું જરૂર હતી? તેમને અલગ ભૂ-ભાગ આપી દેવામાં આવ્યો, તેઓ બાંગ્લાદેશ કે પાકિસ્તાન જતા રહે, અહીં તેમનું શું કામ છે?

વાત એમ છે કે ઓવૈસી એ મંગળવારના રોજ લોકસભામાં ભારતીય મુસલમાનોના હકમાં એક ખાસ પ્રકારના કાયદાની માંગ કરનાનું નિવેદન આપ્યું હતું.

ઓવૈસીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવો કાયદો બનાવે કે જેના અંતર્ગત કોઇ વ્યકિત કોઇ ભારતીયને પાકિસ્તાની કહે તો તેની વિરૂદ્ઘ કડક કાર્યવાહી થાય અને ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવે.

ઓવૈસીના આ નિવેદન પર જવાબ આપતા ભાજપ સાંસદ એ કહ્યું છે કે જો કોઇ વંદે માતરમ, રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરે છે અને પાકિસ્તાની ઝંડો ફરકાવે છે તો એવા લોકોને સજા આપનાર કાયદો પણ હોવો જોઇએ.

(3:57 pm IST)