Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વાહનોની આગળ લગાવાતા ક્રેશ ગાર્ડ-બુલબાર ગેરકાયદેઃ આરટીઓ પગલા લેશે

અકસ્માત સમયે લોખંડના કે સ્ટીલના બુલબારના કારણે રાહદારીઓ, સાયકલસ્વાર, બાઇક સ્વારને નુકશાન થવાનું અને કારની એરબેગના સેન્સર કામ ન કરી શકવાનું જોખમ વધુ

રાજકોટ, તા., ૭: ફોર વ્હીલર, લાઇટ મોટર વ્હીકલ કે મોટા વાહનોની આગળ લગાવાતા લોખંડના કે સ્ટીલના ક્રેશ બાર (બુલ બાર) આરટીઓની જોગવાઇ મુજબ ગેરકાયદે છે. આવા ક્રેશ બારને કારણે સામેવાળા વાહન ચાલકોને રાહદારીઓને ગંભીર ઇજા થવાની કે વધુ નુકશાન થવાની શકયતા ઉપરાંત કારના એરબેગ સેન્સર્સ નિષ્ફળ જવાનું જોખમ પણ વધી જતુ હોય છે. મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ની કલમ ૧૯૦ અને ૧૯૧ મુજબ આવા ગાર્ડ ગેરકાયદે ગણાય છે માટે આવા ક્રેશ બાર લગાવનાર વાહન ચાલકો સામે હવેથી શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેમ પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી (આરટીઓ)ની યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)