Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વડાપ્રધાન શ્રી મોદીના આ 10 વાક્યો પર આજે લોકસભામાં વરસ્યો તાળીઓનો વરસાદ

નવી દિલ્હી : આજે લોકસભામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પોતાના પ્રવચનમાં કોંગ્રેસ અને બીજા વીપક્ષી દળોને જબરદસ્ત આડે-હાથ લીધા હતા. તેમના પ્રવચન દરમ્યાન તેમણે બોલેલા 10 જુદા-જુદા વાક્યોં પર લોકસભામાં આજે તાળીઓનો વરસાદ વરસી પડ્યો હતો : 

  1. કોંગ્રેસે દેશહિતમાં નહીં પરંતુ રાજનીતિક સ્વાર્થને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યા. જેનુ પરિણામ દેશ આજ સુધી ભોગવી રહ્યો છે. તમારા આપેલા ઝેરની કિંમત દેશ ચુકવી રહ્યો છે.
  2. કોંગ્રેસને એ અહંકાર છે કે દેશને લોકતંત્ર પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુ અને કોંગ્રેસ આપ્યું છે જ્યારે વાસ્તવિકતા એ છે કે ભારતમાં લોકતંત્ર હજારો વર્ષોથી છે. કોંગ્રેસ અમને લોકતંત્રનો પાઠ ન ભણાવે.
  3. દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ નેતાઓને લાગે છે કે ભારતનો જન્મ 15 ઓગસ્ટ 1947 થયો અને લોકતંત્ર આવ્યું.
  4. લિચ્છવી સામ્રાજ્ય અને બૌદ્કાળમાં પણ લોકતંત્રની ગુંજ હતી. ખડગેજી યાદ રહે તમારા ગૃહ રાજ્ય કર્ણાટકથી જગતગુરુ વિશ્વેશ્વરે 12મી સદીમાં એવી વ્યવસ્થા કરી હતી જેમાં તમામ લોકતંત્રની ઢબે થતું હતું અને મહિલાઓનું સભ્યપદ પણ અનિવાર્ય હતું.
  5. જો સરદાર વલ્લભભાઇ પટેલ દેશના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત તો આજે અમારે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનના નિયંત્રણમાં ન હોત.
  6. માત્ર જાહેરાત કરી સમાચારમાં આવવું અમારી સંસ્કૃતિ નથી. અમે જે યોજનાઓ શરૂ કરીએ છીએ તેને પૂર્ણ પણ કરીએ છીએ અને પહેલાની અધૂરી યોજનાઓ પણ પૂર્ણ કરીએ છીએ.
  7. તમે માં ભારતીના ટુકડા કરી દીધા. તેમ છતા આ દેશ તમારી સાથે રહ્યો. તમે એ જમાનામાં દેશમાં રાજ કરી રહ્યા હતા જ્યારે વિપક્ષ ન બરાબર હતો.
  8. બિન બીજેપી રાજ્યોમાં એક કરોડથી વધારે લોકોને રોજગાર મળી રહ્યો છે. શું તમે તેને પણ ખોટુ કહેશો ? દેશને ગૂમરાહ કરવાની કોશિશ ન કરો.
  9. તમામ વસ્તુ અમે કરી અને એક પરિવારે કરી, આ માનસિકતાને કારણે તમે (કોંગ્રેસ) આજે વિપક્ષમાં બેઠા છો.
  10. હું નરેન્દ્ર મોદી કહું છું કે જૂની સરકારોના યોગદાનથી દેશ બન્યો. કોંગ્રેસે ક્યારેય બીજી સરકારોના યોગદાનનો ઉલ્લેખ નથી કર્યો.
(4:20 pm IST)