Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નહેરૂને બદલે સરદાર પટેલ PM હોત તો સમગ્ર કાશ્મીર આપણું હોત

જેટલુ કિચડ ઉછાળશો કમળ એટલુ જ ખિલશેઃ કોંગ્રેસ અમને લોકતંત્રનો પાઠ ન ભણાવેઃ કોંગ્રેસના પરિવારવાદ - વિભાજનવાદની દેશ આજે કિંમત ચુકવી રહ્યો છેઃ કોંગ્રેસની સાચી નિયત અને સાચી દિશા રાખી હોત તો દેશ આજે કયાંય આગળ હોતઃ દેશ આજે કોંગ્રેસે ફેલાવેલા ઝેરની કિંમત ચુકવી રહ્યો છેઃ ડ્રામેબાજી બંધ કરો - ઝુમલેબાજી બંધ કરોના વિપક્ષી હંગામા વચ્ચે પીએમ મોદીની લોકસભામાં સટાસટીઃ ગણાવી સરકારની ઉપલબ્ધીઓ

નવી દિલ્હી તા. ૭ : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા વિપક્ષે જોરદાર હોબાળો કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષના ભારે હોબાળા વચ્ચે પોતાના સંબોધનની શરૂઆત કરી. સંબોધન દરમિયાન વિપક્ષી સાંસદ સતત નારેબાજી કરતા જોવા મળ્યા. વિપક્ષી પાર્ટીની સાથે ટીડીપી પણ લોકસભા બાદ પીએમ મોદી રાજ્યસભાને પણ સંબોધિત કરશે.

 

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપીને પીએમ મોદીને કોંગ્રેસ અને નહેરૂ - ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા. તેઓએ નામ લીધા વગર જ્યાં કોંગ્રેસના પરિવારવાદ પર ટોણો માર્યો, બીજી બાજુ સહયોગી દળોનું ગુણગાન કરીને તેને પણ આડે હાથ લીધી. પીએમે પોતાના સંબોધનમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ઉલ્લેખ અનેકવાર કર્યો. કયારેક શાયરી તો કયારેક કટાક્ષ કરીને પીએમે કોંગ્રેસના દરેક આરોપને પોતાના સંબોધનમાં જુબાની પંચથી બેદમ કરી દીધા.

 

મોદીએ કોંગ્રેસ અને વિપક્ષની નારેબાજી વચ્ચે અત્યંત તેજ શૈલી અને આક્રમક રીતે કોંગ્રેસ પર વિભાજનનો આરોપ મૂકયો. દેશના જે ટુકડા કર્યા અને જે ઝેર વાવ્યું છે, આજે આઝાદીના ૭૦ વર્ષ બાદ એક દિવસ એવો નથી કે જ્યારે તમારા આ પાપની સજા સવાસો કરોડ હિન્દુસ્તાનીએ ભોગવી ના હોય.

મોદીએ ખડગેને પણ નિશાને લીધા પરંતુ ઇશારામાં કર્ણાટકની પ્રજાને પણ સમજાવાના પ્રયત્નો કર્યા. તેઓએ કહ્યું ખડગેજીનું ભાષણ સાંભળી રહ્યો હતો. સમજાતું નહોતું કે, તેઓ કર્ણાટકના લોકોને સંબોધિત કરી રહ્યા હતા કે પોતાના જ દળના નીતિ નિર્ધારકોને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓએ બશીર બદ્રની શાયરીથી શરૂ કર્યું. હું આશા રાખું છું કે તેઓએ જ શાયરી સંભળાવી તે કર્ણાટક મુખ્યમંત્રી પણ સાંભળી હોય. પીએમે કહ્યું, ખડગેજીએ બશીર બદ્રની શાયરી સંભળાવી, દુશ્મની જમકર કરો, લેકિન જબ ગુંજાઇશ રહે જબ કભી હમ દોસ્ત હો જાયે તો શર્મિંદા ન હો મોદીએ ત્યારબાદ કહ્યું કે, બશીર બદ્રની શાયરીનો ઉલ્લેખ કર્યો તો સારૃં હોત કે તે પહેલાની રાય યાદ કરી લીધી હોત તો દેશને માલુમ પડે કે તમે કયાં ઉભા છો.

પીએમ મોદીએ તાનાશાહી નહી ચલેગી, ખોટા ભાષણ બંધ કરો જેવા નારા વચ્ચે પોતાની વાત રાખી તેઓએ કહ્યું, સાંભળવાની હિંમત જોઇએ. મારો અવાજ દબાવા માટે આટલા પ્રયત્નો ઓછા છે. વીતેલી સરકારમાં ૧૧ કિ.મી. નેશનલ હાઇવે બનતા હતા. આજે ૨૨ કિ.મી. બની રહ્યો છે. ૨૦૧૧થી ૨૦૧૪ સુધી ફકત ૫૯ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડયા.

પીએમે નારાજ સહયોગી ટીડીપીને ખુશ કરવાના પ્રયત્નો પણ કર્યા. તેઓએ કહ્યું શ્રીમાન રાજીવજીએ ખુલ્લેઆમ દલિત મુખ્યમંત્રીને અપમાનિત કર્યા હતા. આ દેશમાં ૯૦થી વધુ વાર ધારા ૩૫૬નો દુરૂપયોગ કરીને રાજ્યમાં ઉભરતા પક્ષોને ફેંકી દીધા. તમે પંજાબમાં અકાળીઓ સાથે શું કર્યું?

મોદીના સંબોધનની ઝલક

   પીએમ મોદીએ કોંગ્રેસ પર વિદેશમાં ભારતની છબી ખરાબવાનો આરોપ મૂકયો

   લોકતંત્ર પર જુઠ્ઠા આરોપ લગાવાનો હક નથી

   જયારે દેશ ડોકલામમાં લડાઇ લડી રહ્યું હતું તો તમે (કોંગ્રેસ) ચીનના લોકોને મળી રહ્યાં હતા

   હિટ એન્ડ રનની રાજનીતિ ચાલી રહી છે, કીચડ ઉઠાળો અને ભાગો. પરંતુ જેટલો કીચડ ઉછાળશો, કમળ એટલું જ ખીલશે

   ગેસની ડીલમાં અમે ૮૦૦૦ કરોડ બચાવ્યા

   હું ચાર વર્ષ બાદ તમારા પાપને ખોલી રહ્યો છું

   આ એનપીએ કોંગ્રેસનું પાપ છે. હું તમારા પાપ પર ચુપ રહ્યો

   આખરે NPAનો મામલો છે શું? દેશને ખબર પડવી જોઇએ કે તેની પાછળ જૂની સરકારનો વેપાર છે. એ જ તેના માટે સંપૂર્ણપણે જવાબદાર છે

   મોદીએ બજેટ ૨૦૧૮મા લાવામાં આવેલ વિભિન્ન યોજનાઓ અંગે ફરીથી કહ્યું

   મોદીએ લાલુ યાદવને મળેલી સજાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમની સરકારમાં ન્યાયપાલિકા મજબૂત બની

   આખી દુનિયામાં સૌથી ઓછો એન્ટ્રી લેવલ ઇન્કમ ટેકસ (અઢી લાખ રૂપિયા) ભારતમાં છે

   કોંગ્રેસને મોદીએ કહ્યું કે તમે શંકામાં એટલા માટે રહો છો કારણ કે તમે કયારેય મોટું વિચાર્યું નથી અને નાના મનથી કંઇ થતું નથી

   તમે બાંબુને વૃક્ષની શ્રેણીમાં મૂકી દીધું તેનાથી લોકો તેને કાપી શકતા નહોતા, અમે તેને એ શ્રેણીમાંથી હટાવ્યું, જેથી કરીને ખેડૂતોની આવક વધશે

   તમે ૧૯૮૦મી ૨૧મી સદીની વાત કરતા હતા, અમે ૨૦૨૨ની વાત કરીએ છીએ તો મુશ્કેલી થાય છે

   મોદી બોલ્યા કે તેમની સરકાર ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે, તેનાથી થનાર કામને મોનિટર કરાય છે. તેનાથી તે ઝડપથી થાય છે.

   મોદીએ કહ્યું કે જયારે અમે આધારને વૈજ્ઞાનિક રીતે લાગૂ કર્યું તો તમને ખરાબ લાગવા લાગ્યું

   મોદીએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા ૧૮મી સદીમાં ૨૧મી સદીના સપનાં દેખાડવામાં આવ્યા હતા

   મોદી બોલ્યા કે કોંગ્રેસ પોતાના ગીત ગાય છે અને આંખ બંધ કરીને રહે છે. અહીં મોદીએ અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમણે કહ્યું હતું કે 'નાના મનથી કોઇ મોટું નથી થતું અને તૂટેલા મનથી કોઇ ખરું નથી હોતું.'

   મોદીએ કહ્યું કે હવે લોકો સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તો એવામાં શું સ્વરોજગારને રોજગાર મનાશે કે નહીં?

   બેરોજગારી પર પીએમ એ કહ્યું કે ચાર રાજય જયાં ભાજપા કે એનડીએ ની સરકાર નથી. ત્યાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં એક કરોડ લોકોને રોજગાર મળી છે. મોદીએ પૂછયું કે શું કોંગ્રેસ આ આંકડાઓને નહીં માને?

   મોદી બોલ્યા કે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી કહે છે કે દેશ આજે જયાં છે તેમાં પાછલી તમામ સરકારોનું યોગદાન છે, આવું કોઇ કોંગ્રેસ નેતાએ કયારેય કહ્યું નથી

   મોદીએ કોંગ્રેસને કહ્યું કે બધું જ તમે કર્યું, એક પરિવાર એ કર્યું આ વિચારધારાના લીધે જ ત્યાં (વિપક્ષ) બેસવાની નોબત આવી છે

    મોદી બોલ્યા સૌથી મોટી સુરંગ, સૌથી ઝડપી ટ્રેન બનાવા અને ૧૦૪ સેટેલાઇટ છોડવાનું કામ આ સરકારમાં થયું

   ચૂંટણી પહેલાં પથ્થરો પર નામ જડાશે તો કામ થઇ જશે. તમે બાડમેર રિફાઇનરીમાં પણ એ જ કર્યું પરંતુ અમે જોયું કામ બસ કાગળ પર થયું છે. અમે આજે તેનો પ્રારંભ કરી દીધો છે

   મોદીએ વિભિન્ન પ્રોજેકટસનું નામ લઇને કહ્યું કે તે અટલ બિહારી વાજપેયીની સરકારના સમયે નક્કી કરાયા હતા, પરંતુ કોંગ્રેસ શ્રેય લે છે

   કોંગ્રેસ અને સાક્ષી વિપક્ષી દળ હજુ પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે

   મોદીએ કહ્યું કે જો કોંગ્રેસ જમીનથી જોડાયેલ હોત તો તેની આ સ્થિતિ ના હોત

   મોદીએ સુરજેવાલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે રાહુલના અધ્યક્ષ તરીકે પસંદ કરવા પ્રશ્ન ઉઠાવ્યો હતો

   પીએમ બોલ્યા કે દાયકા સુધી કોંગ્રેસ એ પોતાની તમામ ઉર્જા એક પરિવારની સેવામાં લગાવી દીધા અને દેશના હિતને એક પરિવારના હિત માટે નજર અંદાજે કરી દેવાયો

   મોદી બોલ્યા કે સરદાર વલ્લભભાઇ પટેલ જો દેશના પહેલાં વડાપ્રધાન હોત તો કાશ્મીર સમસ્યા થઇ ના હોત

   મોદીએ કહ્યું કે કોંગ્રેસના મોઢે લોકતંત્ર શોભતું નથી અને તેમણે ભાજપને લોકતંત્રના પાઠ ભણાવા જોઇએ નહીં

   તમે (કોંગ્રેસ) લોકતંત્રની વાત કરો છો? તમારા પીએમ રાજીવ ગાંધી એ હૈદ્રાબાદ એરપોર્ટ પર ઉતરીને પોતાની જ પાર્ટીના દલિત સીએમને જાહેરમાં અપમાનિત કર્યા હતા

   અમે યોજનાના અમલીકરણ માટે કામ કરીએ છીએ. યોજનાઓનો શ્રેય કોંગ્રેસને લેવો છે. કોંગ્રેસ એ સત્ય સ્વીકારવું પડશે

   મોદીએ મણિશંકર ઐયરના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા. ઐયર એ રાહુલના અધ્યક્ષ બનવા પર નિવેદન આપ્યું હતું.

   મોદીએ બૌદ્ઘના સમયની વાતો કરતાં કહ્યું કે ત્યારે ૧૨મી શતાબ્દીમાં પણ લોકતંત્ર હતું. અહીં મોદી એ લિક્ષવી સમાજનો ઉલ્લેખ કર્યો

   ભાષણમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પર સતત પ્રહારો કરી રહ્યાં છે પીએમ મોદી

   મોદીએ કહ્યું કે ભારતનું લોકતંત્ર નેહરૂ અને કોંગ્રેસની દેન નથી, દેશનું અસ્તિત્વ તેની પણ પહેલેથી હતું

   વિપક્ષના સૂત્રોચ્ચારની વચ્ચે લોકસભામાં ચાલુ છે પીએમ મોદીનું ભાષણ

   તમે (કોંગ્રેસ) બધો સમય એક પરિવારનું ગીત ગાવામાં લગાવી દીધો, એક જ પરિવારને દેશ યાદ રાખે બધી શકિત એમાં જ લગાવી દીધી. જો નિયત ચોખ્ખી હોત તો દેશ જયાં છે તેના કરતાં કયાંય આગળ હોત

   મોદી બોલ્યા કે કોંગ્રેસ એ મા ભારતીના ટુકડા કરી દીધા હતા તેમ છતાંય લોકો એ તેમનો સાથ આપ્યો

   મોદીએ કહ્યું કે જે દેશ ભારત પછી પણ આઝાદ થયા તે પણ આપણા કરતાં વધુ વિકસિત થયા

   વિપક્ષી નેતા 'ભાષણબાજી નહીં ચલેગી, જુમલેબાજી બંધ કરો'ના નારા લગાવી રહ્યા છે.

   મોદીએ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉપયોગ કરાયેલ બશીર ભદ્રના શેરનો ઉલ્લેખ કર્યો. તેના જવાબમાં મોદીએ કોંગ્રેસ ને કહ્યું કે 'જી ચાહતા હૈ કિ સચ બોલે, કયા કરે હૌસલા નહીં હોતા'

   મોદીએ કહ્યું કે કોંગ્રેસ એ ચૂંટણીના લીધે ઉતાવળમાં આંધ્રપ્રદેશના ટુકડા કરાયા હતા.

   મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું કે તમે દેશના ટુકડા કર્યા

   મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિજીનું ભાષણ કોઇ પક્ષનો નથી હોતો અને તેમનું સમ્માન થવું જોઇએ.(૨૧.૩૦)

(3:33 pm IST)