Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ડિસેમ્બરમાં કરાવ્યું હતું નસબંધીનું ઓપરેશન

૭ બાળકોની માતા નસબંધી બાદ પણ ગર્ભવતી બની!

હરદોઈ તા. ૭ :  ઉત્ત્।ર પ્રદેશમાં ડોકટરોની બેદરકારીનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. ડોકટર્સની આ બેદરકારીને કારણે ૭ બાળકોની માતા નસબંધી બાદ પણ ગર્ભવતી બની ગઈ છે. હવે પરિવારજનોએ DMનેપત્ર લખીને વળતરની માગણી કરી છે.

મળતી જાણકારી અનુસાર, હરદોઈ જિલ્લાના હરપાલપુર ક્ષેત્રના બેહટા-રંપુરા ગામમાં નસબંધી બાદ પણ એક મહિલા ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે. અહીં કમલેશ પુત્ર હરીરામે હરદોઈના જિલ્લાધિકારીને આપવામાં આવેલા ફરિયાદ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે ૧૧ ડિસેમ્બરે CHC હરપાલપુરમાં પોતાની પત્ની રેખાનું નસબંધી ઓપરેશન કરાવ્યું હતું.

ફરિયાદી પત્રમાં લખવામાં આવ્યું છે કે, પત્નીની તબિયત ખરાબ થતા તેઓ તેને ડોકટર પાસે લઈ ગયા. હોસ્પિટલમાં જયારે અલ્ટ્રાસાઉન્ડ લગાવવામાં આવ્યું તો જાણ થઈ કે, તેમની પત્ની પ્રેગનન્ટ છે. નસબંધીનું ઓપરેશન CHC હરપાલપુરમાં ડો. અવનીશ આનંદ અને ડો. શ્યામ પ્રીત દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું.

કમલેશે ડીએમને લખેલા પત્રમાં કહ્યું કે, તેમને પહેલેથી જ સાત બાળકો છે અને તેઓ ખૂબ ગરીબ છે. પત્નીના ગર્ભવતી થવાને કારણે તેમને માનસિક અને આર્થિક આઘાત પહોંચ્યો છે. ફરિયાદીએ ડોકટર્સની બેદરકારી દાખવવાનો આરોપ લગાવતા જિલ્લા અધિકારીને વળતર પેટે ૩૦ હજાર રૂપિયા અપાવવાની માગણી કરી છે.(૨૧.૧૦)

 

(10:27 am IST)