Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ફ્રાન્સમાં બર્ડ ફલૂનો કહેરઃ છ લાખ મરઘીઓ અને અન્ય પક્ષીઓને મારવાનો આદેશ

ભારતના દસ રાજયોમાં બર્ડ ફલૂનો ખતરો સતત વધી રહ્યો છે

પેરિસ,તા. ૭: કોરોના જેવી ખતરનાક મહામારી વચ્ચે ભારત અને યુરોપીયન દેશ ફ્રાન્સમાં બર્ડ ફ્લૂનો ખતરો સતત વધી રહ્યો છે. ભારતના મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કેરળ સહિત દસ રાજયોમાં બર્ડ ફ્લૂ ફેલાઇ રહ્યો હોવાની ખાતરી કરવામાં આવી હતી. ઘણા સ્થળો પર હજારોની સંખ્યામાં પક્ષીઓ મૃત મળી આવ્યા હતા. જેમનામાં ણ્૫ફ૮ એટલે કે બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા હતા.

આ ખતરો ભારતમાં જ નહીં પરંતુ યુરોપીયન દેશ ફ્રાન્સમાં પણ ચિંતાજનક રીતે ફેલાઇ રહ્યો છે. અહીંના સાઉથવેસ્ટ વિસ્તારોમાં બર્ડ ફ્લૂના કારણે આશરે ૬ લાખ મરઘીઓ અને અન્ય પક્ષીઓને મારવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી અહીં બે લાખથી વધુ મરઘીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી જયારે અન્ય ૪ લાખને મારવાની તૈયારીઓ ચાલી રહી છે. આદેશ હેઠળ અન્ય પક્ષીઓને પણ મારવામાં આવશે જેમનામાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા હોય. ફ્રાન્સ પ્રશાસન પક્ષીઓને બચાવવા માટે અન્ય સ્થળો પર વસાવી રહ્યા છે, પરંતુ જયાં વધુ ખતરો વધુ છે ત્યાં પક્ષીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે.

ફ્રાન્સના સ્વાસ્થ મંત્રાલય મુજબ ગત વર્ષે પણ અહીં બર્ડ ફ્લૂનો ખતરો વધુ હતો, જેથી આ સમયે કોઇપણ જોખમ લેવા પ્રશાસન તૈયાર નથી.

પહેલી જાન્યુઆરી સુધી ફ્રાન્સમાં આશરે ૬૧ બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હતા અને મોટાભાગના પોલટ્રી ફાર્મ માટે હબ કહેવાતા લેન્ડ્સ વિસ્તારમાં જ સામે આવ્યા હતા.

(10:27 am IST)