Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મોગલ બાદશાહ શાહજહાંના પાટવી કુંવર દારા શિકોહની કબર શોધે છે મોદી સરકાર:પુરાતત્વવિદોની કમિટી બનાવી

ભારતમાં દારા શિકોહને એક ઉદાર ચરિત્ર માનવામાં આવતા હતા: કબરની ઓળખ થયા પછી ધાર્મિક સદભાવનાનો કોઈ વાર્ષિક ઉત્સવ અથવા કોઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવી શકે

નવી દિલ્હી : ભારત સરકાર હાલના દિવસોમાં 17મી શતાબ્દી મોગલ પાટવી કુંવર રાજકુવરની કબર શોધી રહી છે.મોગલ બાદશાહ શાહજહાંના સમયના ઈતિહાસકોરોના લેખન અને કેટલાક દસ્તાવજોથી ખબર પડે છે કે, દારા શિકોહને દિલ્હીમાં હુમાયૂંના મકરબામાં જ દફન કરવામાં આવ્યા હતા.

મોદી સરકારે દારાની કબરને ઓળખવા માટે પુરાતત્વવિદોની એક કમેટી બનાવી છે, જે સાહિત્ય, કલા અને વાસ્તુકલાના આધારે તેમની કબરની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યાં છે.

દારા સિકોહ શાહજહાના સૌથી મોટા પુત્ર હતા. મુગલ પરંપરા અનુસાર પોતાના પિતા પછી તેઓ સિંહાસનના ઉતરાધિકારી હતા.પરંતુ શાહજહાંની બિમારી પછી તેમના બીજા પુત્ર ઔરંગજેબે પોતાના પિતાને સિંહાસનથી હટાવીને તેમને આગરામાં કેદ કરી દીધા.ઔરંગજેબે પોતાને બાદશાહ જાહેર કરી દીધો અને સિંહાસનની લડાઈમાં દારા શિકોહને હરાવીને જેલમાં મોકલી દીધા.

શાહજહાંના શાહી ઈતિહાસકાર મોહમ્મદ સાલેબ કમ્બોહ લાહોરીએ પોતાના પુસ્તક ‘શાહજહાં નામા’માં લખ્યું છે, “જ્યારે શહેઝાદા દારા શિકોહની ધરપકડ કરીને દિલ્હી લાવ્યા ત્યારે તેમના શરીર ઉપર મેલાઘેલા કપડા હતા. અહીંથી તેમને ખુબ જ ખરાબ સ્થિતિમાં હાથી ઉપર ખિજરાબાદ પહોંચાડવામાં આવ્યા. કેટલાક સમય સુધી તેમને એક અંધારાવાળી નાની કોટડીમાં બંધ રાખવામાં આવ્યા હતા. તેના થોડા જ દિવસ પછી તેમના મોતનો આદેશ આપી દેવામાં આવ્યો.”

તેઓ લખે છે કે, “કેટલાક જલ્લાદ તેમનો કત્લ કરવા માટે જેલમાં પ્રવેશ્યા અને એક ક્ષણમાં તેમના ગળા ઉપર ખંજર ચલાવીને તેમની હત્યા કરી દીધી. તે પછી મેલાઘેલા અને લોહીથી ખરડાયેલા તેમના લથપથ કપડામાં તેમના શરીરને હૂમાયૂંના મકબરામાં દફન કરી દેવામાં આવ્યો.”

ઈતિહાસકારો અનુસાર, ઔરંગઝેબે દારાનું કપાયેલું મસ્તક પોતાની પાસે મગાવીને ધ્યાનથી જોયું કે ખરેખર એ દારાનું જ મસ્તક છેને. ત્યારબાદ પોતાની તલવારથી દારાના મસ્તકના ત્રણ ટુકડા કરીને તેણે આદેશ કર્યો કે કેદમાં પુરાયેલા તેના પિતા શાહજહાંને એક થાળીમાં આ મસ્તક મોકલી આપો.

તે સમયના જ એક અન્ય ઈતિહાસકાર, મોહમ્મદ કાઝીમ ઈબ્ને મોહમ્મદ અમીન મુંશીએ પોતાની પુસ્તક ‘આલમગીરી નામા’માં પણ દારા શિકોહની કબર વિશે લખ્યું છે.તેઓ લખે છે કે, “દારાને હુમાયૂંના મકરબામાં તે ગુંબજ નીચે દફનાવવામાં આવ્યો હતો, તે પછી બાદશાહ અકબરના પુત્ર દાનિયાલ અને મુરાદ દફ્ન છે અને જ્યાં પાછળથી અન્ય તૈમૂર વંશના પાટવીઓ અને શહેઝાદાઓને દફન કરવામાં આવ્યા.”

 પાકિસ્તાનના એક સ્કોલર, અહેમદ નબી ખાને 1969માં લાહોરમાં દીવન-એ-દારા દારા શિકોહના નામથી એક શોધ-પત્રમાં દારાની કબરની એક તસવીર પ્રકાશિત કરી હતી. તેમના અનુસાર, ઉત્તર-પશ્ચિમ કક્ષમાં સ્થિત કબર પુરૂષોની છે અને તેમાંથી જે કબર દરવાજા તરફ છે તે દારા શિકોહની છે.

હુમાયૂંના વિશાળ મકરબામાં હુમાયૂં ઉપરાંત પણ અનેક કબરો છે. તેમાંથી મકરબા વચ્ચે સ્થિત માત્ર હુમાયૂંની જ એક એવી કબર છે, જેની ઓળખ થઈ શકી છે.અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં ઈતિહાસકાર પ્રોફેસર શિરીન મૌસવી કહે છે, “કેમ કે, હુમાયૂંના મકરબામાં કોઈપણ કબર ઉપર શિલાલેખ લગાવેલો નથી, તેથી કોણ કઈ કબરમાં દફન છે, તેની કોઈને ખબર નથી.”

સરકારે દારાની કબરની ઓળખ કરવા માટે પુરાતત્વવિદોની જે ટીમ બનાવી છે, તેમા પુરાતત્વ વિભાગના પૂર્વ પ્રમુખ ડોક્ટર સૈયદ જમાલ હસન પણ સામેલ છે.તેઓ કહે છે કે, “અહીં લગભગ 140 કબર છે, જેની હજું સુધી ઓળખ થઈ શકી નથી. આ ઓળખ કરવાની પ્રથમ કોશિશ છે.”

તેઓ કહે છે કે, “હુમાયૂંના મકબરાના મુખ્ય ગુંબજ નીચે જે રૂમ બનેલા છે, ત્યાં બનેવી કબરોનું નિરીક્ષણ કરીશું. તે કબરોની ડિઝાઈનને જોઈશું. જો ક્યાંક કંઈ લખ્યું છે તો તેની શોધ કરીશું. કલા અને વાસ્તુકલાની દ્રષ્ટિકોણથી અમે કોશિશ કરીશું કે, દારાની કબરની ઓળખ થઈ શકે.”તેમનું માનવું છે કે, આ કામ ખુબ જ મુશ્કેલ છે.

દારા શિકોહ શાહજહાંના ઉત્તરાધિકારી હતી. તે ભારતના એક એવા બાદશાહ બનવાનું સ્વપ્ન જોઈ રહ્યાં હતા, જે બાદશાહની સાથે-સાથે દર્શન, સૂફિઝ્મ અને આધ્યાત્મિકતા પર મહારથ રાખતો હોય.તેમના વિશે ઉપલબ્ધ જાણકારીઓ અનુસાર, તેઓ પોતાના સમયના પ્રમુખ હિન્દુ, બોદ્રો, જૈન, ખ્રિસ્તી અને મુસ્લિમ સૂફિઓ સાથે તેમના ધાર્મિક વિચારો પર ચર્ચા કરતા હતા. ઈસ્લામ સાથે, તેમની હિન્દૂ ધર્મમાં પણ ઉંડી રૂચિ હતી અને તેઓ બધા ધર્મોને સમાનતાની નજરથી જોતા હતા.

તેમને બનારસથી પંડિતોને બોલાવ્યા અને તેમની મદદથી હિન્દૂ ધર્મના ‘ઉપનિષદો’ને ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યા હતા.ઉપનિષદોનો આ ફારસી અનુવાદ યૂરોપ સુધી પહોંચ્યો અને ત્યાં તેનો અનુવાદ લૈટિન ભાષામાં થયો, જેને ઉપનિષદોને આંતરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધ બનાવ્યા.

પંજાબમાં દારા શિકોહ શીખ ધર્મગુરુ ગુરુ હરરાય સંપર્કમાં આવ્યા હતા અને તેમની સાથે ખૂબ સારા સંબંધો કેળવ્યા હતા. દારા હિન્દુ પંડિતોના સતત સહવાસમાં રહેતો.બૂઝી નામના એક ઇસાઇ પાદરી પાસેથી તેમણે લાંબા સમય સુધી જ્ઞાન મેળવ્યું. દારાના તોપખાનામાં કેટલાક ઇસાઇ સૈનિકો હતા. તેમની સાથે દારા પોતે જાણે ઇસાઇ હોય તે રીતે વર્તતા હતા.

તેઓ હિન્દુ સૈનિકો સાથે તે હિન્દુ ધર્મની વાતો કરતા. દારા શિકોહએ તેના યુવાનીના સમયમાં જ સૂફીવાદનો પ્રચાર કર્યો અને સફીનાત અલ ઔલીયા અને સકીનાત અલ ઔલીયા નામનાં બે પુસ્તકો સૂફી-સંતો પર લખ્યાં હતા.

‘અક્સીર એ આઝમ’ નામના દારાના કવિતાસંગ્રહમાં સર્વેશ્વરવાદનો મહિમા ગાવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘સિર-એ- અક્બર’ નામના પુસ્તકમાં તેમણે બાવન ઉપનિષદોનો અનુવાદ પ્રસિદ્ધ કરાવ્યો. મજમા-અલ-બહરેનમાં વેદાંત અને સૂફીવાદ વચ્ચે તુલનાત્મક અધ્યયનની વાતો લખી છે.

ભારતમાં દારા શિકોહને એક ઉદાર ચરિત્ર માનવામાં આવતા હતા.ભારતમાં હિંદુ-વૃત્તિ ધરાવતા ઇતિહાસકારો અને બૌદ્ધિકો એવું માનવું છે કે, જો ઔરંગઝેબની જગ્યાએ દારા શિકોહ મુગલિયા સલ્તનતની ગાદી ઉપર બેસ્યો હોત તો દેશની સ્થિતિ એકદમ અલગ જ હોત.

આ ઈતિહાસકાર ઔરંગજેબને એક ‘કડક, કટ્ટરપંથી અને ભેદભાવ કરનાર’ મુસલમાન માનતા હતા. તેમનું માનવું છે કે, ઔરંગજેબની જગ્યાએ દારા શિકોહ હિન્દૂ ધર્મથી પ્રભાવિત હતા અને તેઓ હિન્દૂઓની ધાર્મિક માન્યતાઓનું સન્માન કરે છે.તેમના અનુસાર, તેઓ હિન્દૂઓથી નફરત કરતા હતા અને તેમને કેટલાક મંદિરોને ધ્વસ્ત કર્યા હતા. વર્તમાન રાજકીય માહોલમાં આ કલ્પના વધુ પ્રબળ બની છે.

હિન્દુ વૈચારિક સંગઠન આરએસએસ, વડાપ્રધાન મોદી અને તેમની પાર્ટી ભાજપે ભારતમાં મુસ્લિમ શાસકોના લગભગ સાતસો વર્ષના શાસનને ‘હિન્દુઓની ગુલામી’ ગણાવી છે.

આધુનિક સમયમાં મુસ્લિમ શાસકોના સમયને, વિશેષ રૂપથી મુગલ શોસકો અને ઘટનાઓને મોટાભાગે ભારતના મુસ્લિમો વિરૂદ્ધ નફરત પેદા કરવા માટે ઉપયોગ થતો રહ્યો છે.હવે તે નેરેટિવ બનાવવાની કોશિશ થઈ રહી છે કે, વર્તમાન મુસલમાનોની સરખામણીમાં દારા શિકોહ ભારતની માટીમાં વધારે ભળી ગયા હતા.

મોદી સરકાર દારા શિકોહને એક આદર્શ, ઉદાર મુસ્લિમ ચરિત્ર માને છે, તેથી તેઓ દારાને મુસલમાનો માટે આદર્શ બનાવવા માંગે છે.તેમના વિચારોને ઉજાગર કરવા માટે, તે સંભવ છે કે, મુગલ શહેઝાદાની કબરની ઓળખ થયા પછી ધાર્મિક સદભાવનાનો કોઈ વાર્ષિક ઉત્સવ અથવા કોઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવી શકે છે.

સત્તાવાદી પાર્ટી ભાજપાના નેતા સૈયદ ઝફર ઈસ્લામનું કહેવું છે કે, “દારા શિકોહ એક એવા વ્યક્તિ હતા, તેમને બધા જ ધર્મોનું અધ્યયન કર્યું અને એક શાંતિ અભિયાન ચલાવ્યો. તેઓ બધા જ ધર્મોને એક સાથે લઈને ચાલવામાં વિશ્વાસ કરતા હતા. તે કારણે તેમને પરિણામ પણ ભોગવવો પડ્યો. આજના મુસ્લિમ સમાજમાં પણ દારા જેવી વિચારસરણી અને સમજની ખુબ જ આવશ્યકતા છે.”

દારા શિકોહને મુસલમાનો માટે એક આદર્શના રૂપમાં રજૂ કરવાનો વિચાર આ ધારણા પર આધારિત છે કે, મુસલમાન ભારતના ધર્મો અને અહીંની રીત-રિવાજોમાં બધી જ રીતે ભળી શક્યા નથી અને તેને અપનાવી પણ શક્યા નથી.

2017માં દિલ્હીમાં આવેલા ડેલહાઉસી રોડનું નામ બદલીને દારા શિકોહ માર્ગ કરી દેવાયું. તે પહેલાં ઔરંગઝેબ રોડનું નામ બદલી એ.પી.જે. અબ્દુલ કલામ માર્ગ કરવામાં આવ્યું છે.

આમ દિલ્હીમાં અત્યારે આલમગીર ઔરંગઝેબનું નામોનિશાન ભુલાવીને એક સર્વધર્મને સન્માન આપનાર ઔરંગઝેબનો જ મોટો ભાઇ રાજકુમાર દારા શિકોહને યાદ રાખવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

જોકે, કેટલાક ટીકાકાર તે પણ પ્રશ્ન પૂછે છે કે, દારા શિકોહને તેમની ઉદારતા અને ધાર્મિક એકતાના વિચારો માટે માત્ર મુસ્લિમોને જ કેમ, આખા દેશનો રોલ મોડલ કેમ બનાવવામાં આવી રહ્યાં નથી?

(12:27 am IST)