Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વિશ્વનો સૌથી ખતરનાક રેપિસ્ટ : ડ્રગ્સ-દારૂ પિવડાવીને 190 પુરુષો સાથે આચર્યું દુષ્કર્મ

36 વર્ષીય રેનહાર્ડ સિનાગાને 136 કાઉન્ટ્સ ઓફ રેપ માટે દોષી ગણવામાં આવ્યો

 

નવી દિલ્હી : એક યુવાને 190 વ્યક્તિઓ સાથે કર્યું છે ખતરનાક કાર્ય. આ અત્યંત ખૂંખાર અપરાધીએ લગભગ 190 પુરુષો સાથે દુષ્કર્મ આચર્યું છે. 36 વર્ષીય રેનહાર્ડ સિનાગાને 136 કાઉન્ટ્સ ઓફ રેપ માટે દોષી ગણવામાં આવ્યો છે. આ આરોપીને આજીવન જેલની કઠોર સજા સંભળાવામાં આવી છે. બ્રિટિષ મિડિયાએ રેનહાર્ડને સૌથી ખતરનાક રેપિસ્ટ ગણાવ્યો છે.

સેમવારે રેનહાર્ડને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. તેણે આ તમામ ઘટનાને 2015થી 2017ની વચ્ચે અંજામ આપ્યો છે.કોર્ટે સજા ફટકારતી વખતે આ શખ્સને અત્યંત ખતરનાક અપરાધી ગણવામાં આવ્યો છે.

પોલીસનું કહેવું છે કે રેનહાર્ડનાં પીડિતોની સંખ્યા 200 સુધી પહોંચે તેવી શક્યતા છે. જેમાં ઘણા બાબતો તપાસ કર્યા વગરની છે. રેનહાર્ડે માનચેસ્ટરમાં સ્થિત પોતાનાં 2 રૂમનાં ફ્લેટમાં આ તમામ હિચકારી કૃત્ય કર્યા હતા.

રેનહાર્ડની ધરપકડ કર્યા પછી ઘરનાં ફોટોગ્રાફ્સ જ્યારે પાડવામાં આવ્યા ત્યારે લોહીનાં ડાઘા પણ મળ્યા હતા.પોલીસનાં જણાવ્યા મુજબ છેલ્લી પિડિત વ્યક્તિ અને આ અપરાધી વચ્ચે ઝગડો થયો હતો.

(1:10 am IST)