Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વિદ્યાર્થીઓના સમર્થનમાં JNU કેમ્પસમાં પહોંચી દીપિકા પાદુકોણ: ભાજપ ફિલ્મનો બહિષ્કાર કરશે !

દિલ્હી ભાજપ પ્રવક્તા બગ્ગાએ દીપિકાની આગામી મુવી છપાકને બોયકોટ કરવા માટે આહ્વવાન કર્યું

નવી દિલ્હી: દીપિકા પાદુકોણ દિલ્હી જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા મામલે વિદ્યાર્થીઓનાં સમર્થનમાં આવી હતી, કનૈયાકુમારની હાજરીમાં તેને કહ્યું કે મને આ બધુ જોઇને ગર્વ છે કે તમે પોતાના અધિકારો માટે લડી રહ્યાં છો, જ્યારે તે જેએનયુ કેમ્પસ પહોંચી ત્યારે જય ભીમના નારા લાગ્યા હતા અને 10 મીનિટ સુધી તે વિદ્યાર્થીઓની વચ્ચે રહી હતી.

, દિલ્હી ભાજપ પ્રવક્તા તેજિંદરપાલસિંઘ બગ્ગાએ દીપિકાની આગામી મુવી છપાકને બોયકોટ કરવા માટે આહ્વવાન કર્યું છે.અકાલી દળે પણ કહ્યું કે પાકિસ્તાનમાં નનકાના સાહિબ પર થયેલા હુમલા માટે ન બોલનારી દીપિકા મફતની પબ્લિસીટી લેવા પહોંચી ગઇ છે.તેને પૂછો કે તે ક્યારેય શીખ રમખાણોના પીડિતોને મળવા ગઇ છે.

(12:15 am IST)