Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુલેમાનીની દીકરીએ આપી ખુલ્લેઆમ ધમકી :કહ્યું અમેરિકન સૈનિકો હવે પોતાના બાળકોના મોતના ઈન્તઝારમાં દિવસો ગણશે

ઝૈનબ સુલેમાનીએ કહ્યું કે, 'મારા પિતાનું મોત એળે નહીં જાય

નવી દિલ્હી : ઈરાનનાં ટોચનાં કમાન્ડર જનરલ સુલેમાનીનાં અંતિમ સંસ્કારની વિધિઓ દરમિયાન તેમની દીકરીએ પ્રેસિડન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી સેનાને ખુલ્લેઆમ ધમકી આપી છે. દેશની રાજધાનીમાં આયોજિત સામૂહિક પ્રાર્થના દરમિયાન આયોજિત સામૂહિક પાર્થના દરમિયાન તેમણે કહ્યું કે મિડલ ઈસ્ટમાં રહેતા અમેરિકી સૈનિક હવે પોતાના બાળકોની મોતનાં ઇંતઝારમાં દિવસો ગણશે.

            ઝૈનબ સુલેમાનીએ કહ્યું કે, 'મારા પિતાનું મોત એળે નહીં જાય.' તેણે અમેરિકી સૈનિકોને ધમકી આપતા કહ્યું કે, 'મિડલ ઈસ્ટમાં હાજર સૈનિકો હવે પોતાના બાળકોનાં મોતનાં દિવસોનો ઇંતઝાર કરે.' ઈરાનનાં ટોચનાં નેતા, સંસદ સભ્ય પણ સુલેમાનીનાં મોતનો બદલો લેવાની વાત ઘણીવાર કરી ચુક્યા છે. ઈરાનની સંસદે અમેરિકી ફૌઝ અને પેંટાગનનાં આતંકવાદી સંગઠન ઘોષિત કરવાના પક્ષમાં મતદાન કર્યું.

             ઈરાનમાં સુલેમાનીની જગ્યા લેનારા કમાન્ડરે પણ ઝૈનબની ધમકીનું સમર્થન કર્યું. તેહરાને પહેલા જ જાહેરાત કરી દીધી છે કે હવે 2015 પરમાણુ કરારની શરતોને ઈરાન નહીં માને. ઈરાકની સંસદે પણ અમેરિકી સેનાને દેશમાંથી નીકાળવાનાં સમર્થનમાં મતદાન કર્યું. જો કે ઈરાનનાં સક્ત વલણનાં જવાબમાં પ્રેસિડન્ટ ટ્રમ્પે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઈરાક પર ભારે પ્રતિબંધો લગાવવાની ધમકી આપી છે. આ સાથે જ તેમણે ઈરાનને કોઈપણ અમેરિકન સ્થળને નુકશાન પહોંચાડવા પર અંજામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી છે.

            અમેરિકાનાં હુમલામાં ઈરાનનાં ટોચનાં કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદથી ઈરાનમાં ભારે શોક અને ગુસ્સાનો માહોલ છે. આ દરમિયાન સંસદે અમેરિકી સેના અને પેંટાગનને આતંકવાદી સંગઠન જાહેર કરવાનાં સમર્થનમાં મતદાન કર્યું. ઈરાનનાં મીડિયા પ્રમાણે, બિલ પાસ કર્યાનાં પહેલા અમેરિકા અને ઇઝરાયલની નિંદા કરવામાં આવી. સાંસદોએ સુલેમાનીની હત્યાનો બદલો લેવા અને અમેરિકા-ઈઝરાયલને પાઠ ભણાવવાનો સંકલ્પ લીધો. આ પહેલા 5 જાન્યુઆરીનાં સંસદમાં સાંસદોએ અમેરિકાની મોતનાં નારા લગાવ્યા હતા.

(11:11 pm IST)