Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કાલે 8મી જાન્યુઆરીએ ભારત બંધથી બેન્કિંગ કામકાજ રહેશે ઠપ્પ: 25 કરોડ લોકો સામેલ થશે

8-9 જાન્યુઆરીએ એટીએમમાં કેશની મુશ્કેલી આવી શકે છે

નવી દિલ્હીઃ કાલે આઠ જાન્યુઆરીએ 10 ટ્રેડ યૂનિયન તરફથી ભારત બંધનું એલાન અપાયું છે છ બેન્ક યુનિયનોએ પણ  હડતાળનું સમર્થન કર્યું છે, આ કારણે બેન્કિંગ કામકાજ પર અસર પડશે. બેન્ક બંધ રહેવાની અસર એટીએમ પર પણ પડશે અને 8-9 જાન્યુઆરીએ એટીએમમાં કેશની મુશ્કેલી આવી શકે છે. ટ્રેડ યૂનિયન તરફથી સંયુક્ત નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે હડતાળમાં આશરે 25 કરોડ લોકો સામેલ થઈ શકે છે. ભારત બંધ સાથે જોડાયેલી મુખ્ય વાતોને જાણવી જરૂરી છે.

NTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC અને ઘણા અન્ય સેક્ટોરલ ઈન્ડિપેન્ડેટ ફેડરેશન અને એસોસિએશન હડતાળમાં સામેલ છે.

  આ સિવાય 60 સ્ટૂડન્ય યૂનિયન યૂનિવર્સિટીના અધિકારીઓએ પણ હડતાળનો ભાગ બનવાની જાહેરાત કરી છે. આ શિક્ષા સંસ્થાઓમાં ફી વધારા અને શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરશે.

છ બેન્ક યૂનિયન- ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોય એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA), BEFI, INBEF, INBOC અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ (BKSM) કહી ચુક્યા છે કે તે હડતાળનું સમર્થન કરશે. જે બેન્ક યૂનિયન સમર્થન કરી રહ્યાં છે, તેને સમર્થિત બેન્ક કાલે બંધ રહેશે.

 

જો બેન્કના કામકાજ પર અસર થશે અને મોટા ભાગની બેન્ક બંધ રહેશે તો રોકડનું ડિસ્ટ્રીબ્યૂશન નહીં થઈ જશે આ કારણે એટીએમમાં રોકડની સમસ્યા ઉભી થઈ શકે છે.

  બેન્કમાંથી રોકડ ઉપાડ અને જમા કરવા સંભવ થશે નહીં, આ સિવાય ચેક ક્લિયરિંગનું કામ પણ થશે નહીં. પરંતુ ઓનલાઇન બેન્કિંગ કામકાજ પર કોઈ પ્રકારની અસર થશે નહીં. ઘણી બેન્કે શેર બજારને જાણકારી આપી દીધી છે કે તે 8 જાન્યુઆરીએ બંધ રહેશે.

બેન્ક કર્મચારી બેન્ક મર્જરના નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યાં છે. આ કારણે તે હડતાળમાં સામેલ થઈ રહ્યાં છે.

કેન્દ્ર સરકારની આર્થિક અને જન વિરોધી નીતિઓના વિરોધમાં ટ્રેડ યૂનિયન તરફથી હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય પ્રસ્તાવિત લેબર લોનો પણ વિરોધ કરી રહ્યાં છે. સ્ટૂડન્ટ યૂનિયન શિક્ષણ સંસ્થાઓમાં ફી વધારાનો વિરોધ કરી રહ્યાં છે.

(11:01 pm IST)