Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુસ્તી વચ્ચે જીડીપી વૃદ્ધિદર ૫ ટકા સુધી રહેવાનો અંદાજ

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ અંદાજ જારી : અર્થવ્યવસ્થામાં છવાયેલી મંદી હાલ દૂર નહી થાય

નવીદિલ્હી, તા. ૭: અર્થવ્યવસ્થામાં આવેલી મંદીથી હાલમાં કોઇ રાહત મળવાના સંકેત દેખાઈ રહ્યા નથી. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં જીડીપી વિકાસ દર ૫ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સમગ્ર નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિકાસદર માટે મુલ્યાંકન કરવામાં આવી ચુક્યું છે. આ નાણાંકીય વર્ષ જીવીએ ૪.૯ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંદાજ સરકારી આંકડામાં મુકવામાં આવ્યો છે. આનાથી છેલ્લા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આર્થિક વૃદ્ધિદર ૬.૮ ટકા રહ્યો હતો. સીએસઓ દ્વારા આજે રાષ્ટ્રીય આવકના પ્રથમ અગ્રિમ અંદાજ જારી કરવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થવાના મુખ્ય કારણો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં વૃદ્ધિદરમાં ઘટાડો છે. જીડીપી મુલ્યાંકનના આંકડા એવા સમયમાં જારી કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી દેખાઈ રહી છે. જીડીપી અંદાજના આંકડાને લઇને તમામ લોકો હાલમાં ગણતરી કરી રહ્યા છે. જૂન તથા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના ભારતીય અર્થવ્યવસ્થા ક્રમશઃ પાંચ ટકા તથા ૪.૫ ટકાના દરે આગળ વધી છે જેથી સાડા છ વર્ષની નીચી સપાટી જોવા મળી રહી છે. જીડીપી વિકાસદરના આંકડામાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેથી ભારતીય રિઝર્વ બેંકને ૨૦૧૯-૨૦ માટે વિકાસદર ૭.૪ ટકાથી ઘટીને ૫ ટકા રહેવાની ફરજ પડી છે. જૂન તથા સપ્ટેમ્બર મહિનામાં નિરાશા રહ્યા બાદ સ્થિતિમજબૂત બની ગઈ છે. અનુમાનના આધાર પર કેટલાક આંકડા દર્શાવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરશે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના વિકાસદરના બીજા અંદાજને બજેટ બાદ જારી કરવામાં આવશે. ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં સુધરી રહી નથી. બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોથરેટ ૪.૫ ટકા રહ્યો હતો. વિકાસ દર વધુ ધીમો થઇને ૪.૩ ટકા સુધી પહોંચવાનો ભય છે.

(10:04 pm IST)