Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

તેમની પુત્રીને અંતે ન્યાય મળ્યો છે : નિર્ભયા માતાની પ્રતિક્રિયા

દોષિતોને ફાંસી અપાતા અપરાધીઓ ભયભીત થશે : દેશની મહિલાને તાકાત મળશે અને નવી ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધશે : આશાદેવીએ આપેલી પ્રતિક્રિયા

નવીદિલ્હી, તા. : પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતો સામે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહેલા નિર્ભયાના પરિવારને સંતોષની લાગણી થઇ છે. નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું છે કે, તેમની પુત્રીને હવે ન્યાય મળ્યો છે. ચારેય દોષિતોને ફાંસીની સજા મળવાથી દેશની મહિલાઓને તાકાત મળશે. લોકોમાં ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ વધશે. નિર્ભયાની માતાએ માંગ કરી છે કે, દોષિતોને ફાંસી આપવાથી અપરાધીઓમાં ભય ફેલાશે. તેમણે એમ પણ કહ્યું છે કે, જે લોકો નિર્ભયાની સાથે ઉભેલા છે તે લોકોને આજે ચોક્કસપણે રાહત થઇ હતી. ૨૨મી જાન્યુઆરીના દિવસે સવારે વાગે તિહાર જેલમાં તમામને ફાંસી અપાશે.

              સમગ્ર મામલાને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, સત્યની આખરે જીત થઇ છે. તેઓ ચુકાદાનું સ્વાગત કરે છે. દેશની તમામ નિર્ભયાની જીત થઇ છે. નિર્ભયાના માતા-પિતાને પણ તેઓ આભાર માનવા માંગે છે કારણ કે તેમના તરફથી આટલી લાંબી લડાઈ લડવામાં આવી હતી. સજા આપવાના મામલામાં ખુબ મોડુ થયું છે છતાં આખરે યોગ્ય સજા થઇ છે. નિર્ભયાના પિતા બદ્રીનાથસિંહે કહ્યું છે કે, કોર્ટના ચુકાદાથી તેઓ ખુબ ખુશ છે. દોષિતોને ૨૨મી જાન્યુઆરીના દિવસે ફાંસી થશે.

              ચુકાદાથી પ્રકારના અપરાધ કરનારને ભય લાગવા લાગશે. પંજાબ મહિલા આયોગના અધ્યક્ષ મનિષા ગુલાટીએ કહ્યું છે કે, નિર્ભયાના આત્માને હવે શાંતિ થશે. ખુબ સારો ચુકાદો છે. નિર્ભયાના દોષિતોના વકીલે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજ દ્વારા તેના પર સુનાવણી કરાશે. રૂથી કેસમાં મિડિયા અને જનતાની સાથે રાજકીય દબાણ હતું.

(7:36 pm IST)